દક્ષિણ કાશ્મીરમાં આતંકનો પર્યાય બની ગયેલ જૈશ-એ-મોહમ્મદના ટોપ કમાન્ડર મુન્ના લાહોરીને સુરક્ષા બળોએ રાતભર ચાલેલી અથડામણ બાદ શનિવાર સવારે ઠાર માર્યો છે. પાકિસ્તાનના મુન્ના લાહોરી સાથી તેના એક સાથીને પણ સુરક્ષા દળોએ ઠાર મારી દીધો છે. મુન્ના લાહોરીનાં મોતની સાથે સુરક્ષા બળોએ 17 જૂને IED બ્લાસ્ટનો બદલો લઈ લીધો છે. માત્ર 19 વર્ષીય મુન્ના લાહોરી IED બનાવવાનો એક્સપર્ટ હતો.
પોલીસના જણાવ્યા પ્રમાણે બનિહાલમાં આ વર્ષના માર્ચમાં સુરક્ષા દળો પર થયેલ કામ બોમ્બ હુમલામાં મુન્નાનો હાથ હતો. જૈશ મુન્નાના માધ્યમથી સ્થાનિક યુવાનોની ભરતી કરી રહ્યું હતું. શુક્રવારની રાત્રે સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ હતી. રાતભર ચાલેલી અથડામણમાં સુરક્ષા દળોએ શનિવારે સવારે મુન્ના લાહોરી અને તેના એક સાથીને ઠાર માર્યો હતો. પ્રશાસને પરિસ્થિતિને જોતાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે.
દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં 17 જૂને 44 રાષ્ટ્રીય રાઈફલ્સના કાફલાની પાસે વિસ્ફોટકમાં ઉપયોગ થયેલ IEDને 19 વર્ષીય જૈશ-એ-મોહમ્મદના આતંકી મુન્ના લાહોરીએ તૈયાર કર્યો હતો. આ વિસ્ફોટકમાં સેનાના બે જવાન શહીદ થયા હતા. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, મુન્નાએ જ આ બોમ્બને બનાવ્યો હતો. અને તેણે જ વિસ્ફોટ કર્યો હતો. મુન્નાને પકડવા માટે સુરક્ષા એજન્સીઓએ તપાસ અભિયાન તેજ કરી દીધું હતું.
સુરક્ષા એજન્સીઓ પ્રમાણે મુન્ના લાહોરી વાહનોમાં ફિટ કરાતાં IEDને બનાવવામાં માહેર હતો. તેને પાકિસ્તાનમાં ટ્રેનિંગ મળી હતી. અને તે મોટા પાયે હથિયારો અને વિસ્ફોટકો સાથે ગત વર્ષે કાશ્મીરમાં દાખલ થયો હતો. મુન્ના અને તેના સાથીઓએ પુલવામા-શોપિયાં બેલ્ટમાં પોતાનો અડ્ડો બનાવ્યો હતો. અહીં મુન્ના કાશ્મીરી યુવાનોને આઈઈડી બનાવવાની ટ્રેનિંગ આપતો હતો. ગુપ્તચર એજન્સીઓ કહ્યું કે, મુન્ના ફરીથી એકવાર પુલવામા હુમલા જેવી ઘટનાને અંજામ આપવાનું ષડયંત્ર રચી રહ્યો હતો.