હાલનો યુગ એટલે ટેકનોલોજીનો યુગ. અવનવા મશીન આવી જતા લોકોનું કામ પહેલા કરતા ઘણું સરળ બન્યું છે ત્યારે સમગ્ર રાજ્યના ખુણેખુણાના ગામમાં અનોખી પ્રતિભાઓ ધરોબાયેલી પડી છે જેનુ પ્રત્યક્ષ ઉદાહરણ પાટડી તાલુકામાં આવેલ બજાણા ગામના ફક્ત 12 ધોરણ પાસ યુવાન છે.
આ યુવાને પોતાની આગવી કોઠાસૂઝથી વર્ષો જૂની ભંગારના સાધનોમાંથી કુલ 75 કિમીની એવરેજ આપતુ મોડીફાય કરેલુ બુલેટ બનાવી નાંખ્યું છે. આ યુવાનની ઇચ્છા આગામી દિવસોમાં એણે બનાવેલ ઇલેક્ટ્રિક બાઇક તેમજ જીપ્સી રણમાં દોડતી થાય એવી છે.
હિમાલય પર જઇને પણ બરફ વેચી આવવા સુધીનો દ્રઢ સંકલ્પ ધરાવતા બજાણા ગામના ફક્ત 12 ધોરણ પાસ ઇમરાન મલેકે પોતાની આગવી કોઠાસૂઝથી પોતાની પાસે પડેલા વર્ષો જૂના બાઇકના ભંગાર સાધનોને પોતાની આગવી કોઠાસૂઝથી મોડીફાય તથા કલર કરીને પોતાના મિત્ર માટે અત્યાધુનિક બુલેટ બનાવવામાં સફળતા મેળવી છે.
બજાણાના ઇમરાન મલેકે આ પ્રોજેક્ટની પાછળ દરરોજના 6 કલાક ફાળવીને ફક્ત 4 મહિનાનાં સમયગાળામાં જ 75 કિમીની એવરેજ આપતું અત્યાધુનિક બુલેટ બનાવવામાં સફળતા મેળવી લીધી છે. આ અંગે બજાણાના ઇમરાન મલેક જણાવે છે કે, જે રીતે પહાડી વિસ્તારોમાં લોકોમાં બુલેટ ચલાવવાનો આગવો ક્રેઝ રહેલો છે.
એમ મારી ઇચ્છા છે કે, મારા બનાવેલ ડિઝલ બુલેટ રણમાં દોડતા જોવા મળે. આ કામમાં મારી મદદે ફેબ્રિકેશનના કામમાં રાજુભાઇ મીસ્ત્રી, બુલેટને કલરકામમાં ઇબ્રાહિમભાઇ તથા ઓટો કેર સોફ્ટવેર માટે મારા મિત્ર શ્રીજેશ પંચાલે ખુબ મદદ કરી હતી.
આગામી પ્રોજેક્ટ રણ માટે ઇલેક્ટ્રિક જીપ્સી બનાવવાનો આ અંગે ઇમરાન મલેક જણાવે છે કે, અત્યાર સુધીમા બુલેટમા જે પાર્ટ દેખાઈ રહ્યા છે. એ તમામ જુના પાર્ટને કલર અથવા તો બફિંગ કરીને ફિટ કરવામાં આવેલ છે. હવે જે પાર્ટ લાગશે એ બધા નવા આવશે.
હવે મારી ઇચ્છા પ્રમાણે હું રણમા ટુરિસ્ટને ફેરવવા માટે ઇલેક્ટ્રિક જીપ્સી કરવાનું વિચારી રહ્યો છુ. એનાથી વેરાન રણમાં ફોટોગ્રાફરોને પક્ષીઓની વધારે પાસે જઇ શકાશે તેમજ પ્રદૂષણ પણ શૂન્ય રહેશે. આની સાથે-સાથે અવાજ ન હોવાને લીધે પક્ષીઓને પણ ડિસ્ટર્બ નહીં થાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.