માટીના તવા પર રોટલી શેકીને ખાવાથી થાય છે અઢળક ફાયદા- જાણીને તમે જ કહેશો કે વાત તો બરોબર છે

આપણે સૌ જાણીએ છીએ કે, ધીમે ધીમે સમયની સાથે આપણી ટેવો પણ બદલાઈ ગઈ છે. આપણા વડવાઓ રોટલી- રોટલા બનાવવા માટે માટીના વાસણોમાં તાવડીનો ઉપયોગ કરતા હતા. હાલના સમયમાં રોટલા હજુ પણ માટીની તવી કે તાવડી ઉપર બનાવવામાં આવે છે. પહેલા ભારતમાં માટીના વાસણોમાં રસોઈ બનાવવાની પરંપરા હતી. પરંતુ ધીરે ધીરે માટીના વાસણને બદલે સ્ટીલના વાસણોનો ઉપયોગ થવા લાગ્યો છે.

તમને જાણીને નવાઈ થશે કે આ બેદરકારીની સાથે સાથે આપણે ઘણા ફાયદા ગુમાવી રહ્યા છીએ. કારણ કે માટીના તવા – તાવડી ઉપર રોટલી બનાવવીને ખાવી એ સૌથી ફાયદાકારક છે. બદલાતી જીવનશૈલી સાથે જોડાયેલી આ ભૂલ વિશે આયુર્વેદિક નિષ્ણાત ડો.અબરાર મુલ્તાનીના જણાવ્યા અનુસાર, દોડધામભરી જિંદગીએ આપણા સ્વાસ્થ્યને જોખમમાં મુકી દીધું છે. તેમના મુજબ એલ્યુમિનિયમ 87 ટકા, પિત્તળ 7 ટકા અને કાંસ્ય 3 ટકા ખોરાકનું પોષણનો વિનાશ કરે છે અને જ્યારે માટીના વાસણમાં ખોરાકનું 100 ટકા પોષણ સુરક્ષિત રહે છે.

ડો. અબરાર મુલ્તાનીના જણાવ્યા અનુસાર, માટીના વાસણ પર રોટલી શેકવાથી ઘણાં ફાયદાઓ થાય છે. જોવા જઈએ તો આજકાલ મોટાભાગના લોકો પેટમાં ગેસની ફરિયાદ કરે છે. પરંતુ, માટીના તવા પર રોટલી બનાવવાથી ગેસની સમસ્યામાંથી ખુબ જ રાહત મળે છે. માટીના તવા પર બનાવેલી રોટલી કબજિયાતથી પરેશાન લોકોને પણ રાહત આપે છે.

માટીનો તવો આગણે કારણે ઝડપથી ગરમ થતો નથી એટલા માટે તમારી રોટલી બળી જતી નથી અને મૂળ સ્વરૂપમાં જ રહે છે. માટીમાં રહેલા પોષક તત્વો રોટલીમાં શોષાય છે અને લોટના ગુણધર્મો નાશ પામતા નથી. જેને લીધે તમને અનેક રોગોથી બચાવે છે. વધારે પડતી આગ પર માટીનો તવો ના રાખો કારણ કે, તેનાથી તવામાં તિરાડ પડી શકે છે. માટીના તવાને સાફ કરવા માટે હમેંશા સ્વચ્છ કપડાંનો ઉપયોગ કરો. તવાને સાબુ કે પાણીથી તો બિલકુલ ન ધોવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *