ઈંગ્લેન્ડ: દરેક વ્યક્તિનું કાર ચલાવવાનું સપનું હોય છે. પરંતુ લોકોનું આ સપનું જ્યાં સુધી ડ્રાઈવિંગ લાયસન્સ ન આવે ત્યાં સુધી અધૂરું રહે છે. આથી લોકો જેમ-તેમ કરીને ડ્રાઈવિંગ ટેસ્ટ પાસ કરી લે છે. પરંતુ એક મહિલા 1000 વખત પ્રયાસ કરી ચૂકી છે. પરંતુ તે ડ્રાઈવિંગ ટેસ્ટમાં હજુ સુધી પાસ થઇ નથી. આ મહિલાનું નામ 47 વર્ષીય ઈસાબેન સ્ટેડમેન છે. જે ઈંગ્લેન્ડના બેડફોર્ડશાયરની છે. છેલ્લા 30 વર્ષથી ડ્રાઈવિંગ ટેસ્ટને પાસ કરવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ દરેક વખતે તેને નિષ્ફળતા મળી છે.
મળતી માહિતી અનુસાર, 30 વર્ષથી ઈસાબેલ સ્ટેડમેન કાર ચલાવવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ તે દરેક વખતે ડ્રાઈવિંગ ટેસ્ટમાં નાપાસ થાય છે. જેને લીધે તેની આ ઈચ્છા અધૂરી રહી જાય છે. જોકે કાર ડ્રાઈવિંગ શીખવા દરમિયાન તેને બ્લેક આઉટની સમસ્યાનો સામનો કરવે પડે છે. ત્યારબાદ તેને શીખવી રહેલા ટ્રેનરે બચાવવા માટે કારને પોતાના કંટ્રોલમાં લેવી પડે છે.
ઈસાબેલ કાર ડ્રાઈવિંગ શીખે ત્યારે અનેક પ્રકારની સમસ્યાઓ બાદ તે રડવા લાગે છે. અને સાથે જ તેનું શરીર કાંપવા લાગે છે. સાથે સાથે, તે પોતાનો હોશ ગુમાવવા લાગે છે. એક દિલચશ્પ વાત એ છે કે, 17 વર્ષની ઉંમરથી અભ્યાસ શરૂ કર્યા બાદ ઈસાબેલ કાર ડ્રાઈવિંગ શીખવા પર હજારો પાઉન્ડ સુધીનો ખર્ચ કર્યો છે. પરંતુ ડ્રાઈવિંગ ટેસ્ટમાં પાસ થવાનું તેનું સપનું એક સપનું જ રહી ગયું.
મળતી માહિતી અનુસાર, ઈસાબેલને એક ફોબિયા છે. અને તે ત્યારે ચરમ સીમાએ પહોંચી જાય છે જ્યારે તે કારમાં ગોળ-ગોળ ચક્કર લગાવે છે. અત્યાર સુધી ઈસાબેલ સાત અલગ-અલગ ટ્રેનર પાસે ડ્રાઈવિંગ શીખવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ દરેક વખતે તેને નિરાશ થઈને ઘરે જવું પડે છે. તેણે કાર ચલાવવા માટે ડ્રાઈવિંગ કોર્સ પણ કર્યો છે. પરંતુ તેનાથી તેને કોઈ ખાસ ફાયદો મળ્યો નથી.
ઈસાબેન સ્ટેડમેનના જણાવ્યા અનુસાર, જ્યારે હું ડ્રાઈવિંગ સીટ પર બેસું છું ત્યારે મને લાગે છે કે હું આ કરી શકું છું. પરંતુ થોડી જ સેકંડમાં આંખોમાં આંસુ નીકળવા લાગે છે અને આંખોની સામે અંધારુ આવવા લાગે છે. ડોક્ટર ઈસાબેલના ફોબિયા વિશે કંઈ જણાવી શકતા નથી. ઈસાબેલના જણાવ્યા અનુસાર, તે ડ્રાઈવિંગ કરવા માટે ઘણી ઉત્સાહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.