સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં અખંડ ભારતની વાતો વચ્ચે તંત્રએ ‘ખંડિત ભારત’ બનાવ્યુ- જાણો શુ છે ગંભીર ભૂલ

રાજ્યના કોંગ્રેસ પક્ષનાં પ્રવક્તા એટલે કે, મનહર પટેલે રાજ્ય સરકારને રજૂઆત કરી છે. આ રજૂઆત કેવડિયામાં નિર્માણ પામેલ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટિ’માં લેસર શો અને સરદાર વલ્લભભાઈ પટેલના દસ્તાવેજી વિડિયોમા ભારતના અભિન્ન અંગ આંદોમાન-નિકોબાર ટાપુઓનો સમુહનો સમુહને ન દર્શાવવાની ગંભીર ભૂલને લઈ કરેલ છે.

આવી ગંભીર ભૂલ કરનાર પર કાયદાકીય કાયઁવાહી કરવા માટે CM વિજય રૂપાણીને રજૂઆત કરાઈ છે. મળી રહેલ જાણકારી પ્રમાણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની રાજય સરકારની સત્તાવાર વેબસાઈટમા સરદાર સાહેબની વિગતોની સાથે આ શો દરમ્યાન ભારતનો જે નકશો દર્શાવવામાં આવ્યો હતો.

આ નક્શામાં આંદોમાન- નિકોબાર ટાપુઓનો સમુહ તેમજ લક્ષ્યદ્વીપ ટાપુઓનો સમુહને ન દર્શાવવાની ગંભીર બેદરકારી જણાઈ આવી છે. આવી ગંભીર બેદરકારી ક્ષમાને પાત્ર નથી. આની સાથે જ એમા જવાબદાર રાજયના મંત્રી અથવા તો અધિકારીશ્રીઓ પર કડક કાયઁવાહી કરવામાં આવે એવી રાષ્ટ્રપેમી લોકોની માંગ રહેલી છે.

દુખની વાત તો એ છે કે, રાજય સરકારની સતાવાર વેબસાઇટ પર જ્યારે તૈયાર કરવામા આવતી હોય ત્યારે ફોટોગ્રાફીમા હાજર PM નરેન્દ્ર મોદી તથા CM વિજય રૂપાણીના ગણમાન્ય નેતાની હાજરીમા તૈયાર કરાયેલ છે પણ એના પૈકી કોઇપણ જવાબદારીએ આ ગંભીર બેદરકારી બાબતે નોંધ લેવામા આવી નથી.

અખંડ ભારતની સમજવાળો ફોટો દુનિયાને દેખાડવાના ઉત્સાહના અતિરેકમા રાજય સરકાર તેમજ તંત્ર ભાન ભુલી ગયુ કે, આંદોમાન- નિકોબાર પણ ટાપુઓનો સમુહ તથા લક્ષ્યદ્વીપ ટાપુઓનો સમુહ એ ભારતનુ અવિભાજ્ય અંગ છે. આ ગંભીર ભુલ કરીને સમગ્ર દેશની જનતા વિરુદ્ધ ગુજરાતની રાજય સરકાર દ્વારા પોતાનો ઐતિહાસિક બાબતોને લઇ પરિચય આપવામાં આવ્યો છે.

આ બાબત પર રાજય સરકારે તાત્કાલિક તપાસ કરીને ખુલાસો કર્યો છે તથા આ ગંભીર ભુલ માટે જવાબદાર રાજય સરકારના મંત્રી અથવા તો અધિકારી ઉપર ફરજ ગુના માટે જવાબદાર સમજીને સૌપ્રથમ જવાબદારીમાથી મુકત કરવામા આવે.

આની સાથે જ આ ગુનાની ગંભીરતાને સમજીને ભારતીય પીનલ કોડ 124 – (એ) પ્રમાણે રાજદ્રોહ ગણાય છે. આવી ગંભીર ભુલ માટે જવાબદાર રાજય સરકારના મંત્રી અથવા તો અધિકારી પર રાજદ્રોહનો ગુનો આચરવા બદલ કાયઁવાહી કરવામા આવે.

રજુઆતમાં જણાવાયું છે કે, માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીએ છે કે, ઉપર દશાઁવેલ જાણકારીએ રાષ્ટ્રની એકતા તેમજ અખંડીતતા સાથે જોડાયેલ બાબત છે. રાજયમા આપની મુખ્ય જવાબદારી બને કે આવી રાષ્ટ્રની એકતા તથા અખંડીતતાને લઇ ખોટો સંદેશ દુનિયામા ન જાય, જેની ગંભીરતાને સમજી તેમા જવાબદારોની ભુલોને લઇ તેમના પર ઉચિત કાયઁવાહી કરવામા આવે.

આની સાથે-સાથે રાષ્ટ્રની જનતા સામે જે સરદાર વલ્લભભાઈ પટેલના દસ્તાવેજી વિડિયોમા આંદોમાન-નિકોબાર ટાપુઓનો સમુહ તથા લક્ષ્યદ્વીપ ટાપુઓના સમુહને યોગ્ય સ્થાને ન દર્શાવવાની ગંભીર ભુલનો ત્વરીત સુધારો કરવામા આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *