અફઘાનીઓ જાય તો જાય ક્યાં?- પાકિસ્તાનમાં ઘુસી રહ્યા છે હજારો લોકો, જુઓ વાયરલ વિડીયો

અફઘાનિસ્તાનમાં તાલિબાનનું રાજ આવ્યા પછી અરાજકતા ફેલાઈ રહી છે. લોકો ભયના માર્યા દેશ છોડવા માટે મજબુર બન્યા છે ત્યારે અફઘાનિસ્તાનમાં આવેલ કાબુલ એરપોર્ટ પર જ્યારે દેશ છોડવા માટે આતુર લોકોના વિમાન પકડવાના ફોટોગ્રાફ્સ સામે આવ્યા ત્યારે સમગ્ર દુનિયા હેરાન થઈ ગઈ.

બોર્ડર પર હજારો અફગાન નાગરીકોની ભીડનો વીડિયો વાયરલ:
અફઘાનિસ્તાનમાંથી ખુબ મોટી સંખ્યામાં લોકોને બહાર નિકાળવાનું યથાવત રહ્યું છે ત્યારે આવા સંજોગોમાં વધુ એક ભયાનક ફોટોગ્રાફ્ સામે આવી રહ્યા છે. જેને જોઈ લાગી રહ્યું છે કે, કેટલુ મોટું સંકટ ચાલી રહ્યું છે. અફઘાનિસ્તાન- પાકિસ્તાન બોર્ડર પર હજારો અફગાન નાગરીકોની ભીડનો એક વીડિયો ખુબ વાયરલ થયો છે.

જે પાકિસ્તાનમાં ઘુસવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વીડિયો સ્પિન-બોલદાક બોર્ડર પરનો હોવાનું જાણવા મળી રહ્યું છે. અહી સરહદ પર ગેટ ખોલવાની રાહ જોઈ રહ્યા છે કે, જેથી કરીને તેઓ પાકિસ્તાનમાં જઈને વસવાટ કરી શકે. આ વિડીયોને જોઈ ઘણા લોકો મંત્રમુગ્ધ થઈ ગયા છે.

કાબુલ એરપોર્ટ નહીં પણ સ્પિન બોલદાક બોર્ડર:
એક પાકિસ્તાનીએ આ વીડિયોને ટ્વિટ કર્યો છે. તેનું માનવું છે કે, આ કાબુલ એરપોર્ટ નહીં પણ સ્પિન બોલદાક બોર્ડર છે. જ્યાં હજારો લોકો હાજર હોય છે કે, જેઓ અફઘાનિસ્તાનથી પાકિસ્તાન જવા ઈચ્છે છે. અહિં કાબુલ એરપોર્ટ કરતા પણ બદ્તર હાલત છે. કારણ કે, અહિં કોઈ વિદેશી સેના હાજર નથી જેથી આ મામલા પર કોઈનું ધ્યાન ગયું નથી.

પાકિસ્તાન અફઘાનિસ્તાનની પાડોશમાં છે તેમજ સરહદ પણ બિલકુલ પાસે છે ત્યારે આવી સ્થિતિમાં પાકિસ્તાન પર જ અફઘાનિસ્તાનના નાગરીકોનો વધારે ભાર જણાઈ રહ્યો છે. અંદાજે 14 લાખથી વધારે અફઘાન નાગરીકોએ આ સમયે પાકિસ્તાનમાં શરણ લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *