નસીબ બદલાતા સમય નથી લાગતો.આપનું નસીબ આપના જ કર્મો પર આધાર રાખે છે. આપણા પ્રયત્નો સાચી દિશામાં હોવા જોઈએ અને આપણે સતત પ્રયત્ન કરતા રહેવું જોઈએ. આજની કહાની આવા બે ભાઈઓની છે. જે મુંબઈના રહેવાસી છે. બંનેએ ખૂબ નાની ઉંમરે સફળતા પ્રાપ્ત કરી છે. તો ચાલો જાણીએ આ બે ભાઈઓની કહાની વિશે.
જણાવી દઈએ કે, ચાર્ટર્ડ પ્લેન, વિશ્વના સૌથી મોંઘા વાહનોના શોખીન અને કરોડો રૂપિયાના આલીશાન બંગલામાં રહેતા આ બે ભાઈઓની ગણતરી આજે દેશના સૌથી ધનિક લોકોમાં થાય છે. આ બંને ભાઈઓને ભારતીય ‘એડ ટેક’ વિશ્વની સૌથી મોટી વ્યક્તિ તરીકે જોવામાં આવે છે. આ ભાઈઓએ દોઢ દાયકાની પોતાની કારકિર્દીમાં લગભગ 12 કંપનીઓ ઊભી કરી છે, જેમાંથી પાંચ કંપનીઓ વેચીને તેઓ આજે ભારતના સૌથી ધનિક લોકોની યાદીમાં સામેલ થયા છે.
આ બે ભાઈઓના નામ દિવ્યાંક તુરખીયા અને ભાવિન તુરખીયા છે. જે આજે દેશના અગ્રણી ઉદ્યોગપતિઓમાંના એક છે. દસ હજાર કરોડની વ્યક્તિગત મિલકત ધરાવતા આ ભાઈઓની સફળતાની કહાની ખરેખર ખૂબ જ પ્રેરણાદાયક અને રસપ્રદ છે. મુંબઈમાં મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલા તુરખીયા ભાઈઓએ તેમનું બાળપણ જુહુ અને અંધેરી વિસ્તારમાં વિતાવ્યું. 13 વર્ષની ઉંમરે જ કોમ્પ્યુટર અને પ્રોગ્રામિંગના શોખીન દિવ્યાંકે તેના ભાઈ સાથે મળીને શેરબજારના ભાવને ટ્રેક કરવા માટે સ્ટોક માર્કેટ સિમ્યુલેશન ગેમ બનાવી હતી.
ત્યારબાદ દિન-પ્રતિદિન કોમ્પ્યુટરમાં વધતી જતી રુચિને કારણે, અભ્યાસ સાથેનો તેમનો સંબંધ તૂટી રહ્યો હતો. જોકે, તેમના પિતાના દબાણ હેઠળ, તેમણે બી.કોમ કોર્સમાં પ્રવેશ મેળવ્યો હતો. પરંતુ, કોલેજમાં ક્યારેય જતા ન હતા. આખો દિવસ બંને ભાઈઓ ઘરે મળીને કોડિંગ કરતા હતા. કોડિંગમાં નક્કર પકડ મેળવ્યા બાદ બંને ભાઈઓએ પોતાનો વ્યવસાય શરૂ કરવાની યોજના બનાવી હતી.
પરંતુ બિઝનેસ શરૂ કરવામાં સૌથી મોટી અડચણ પ્રારંભિક મૂડી હતી. આવી સ્થિતિમાં બંને ભાઈઓએ ગમે તે રીતે પિતાને સમજાવ્યા અને વર્ષ 1998માં તેમના પિતા 25 હજાર રૂપિયા લોન તરીકે આપવા તૈયાર થયા. ત્યારે આ ભાઈઓએ વિચાર્યું પણ નહોતું કે તેમનું નામ 16 વર્ષ પછી અબજોપતિઓની યાદીમાં સામેલ થશે.
16 વર્ષની ઉંમરે તેમના 18 વર્ષના ભાઈ ભાવિન તુરખીયા સાથે તેમણે આ પૈસાથી વેબસાઈટની ડોમેન નામ કંપની ‘ડાયરેક્ટી’ની સ્થાપના કરી. ’ડાયરેક્ટી’ ભારતીય કંપનીઓને વેબસાઇટ્સ અને ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડવા માટે ઉપયોગમાં લેવાતી હતી. ત્યારબાદ આ કંપનીના બેનર હેઠળ ‘બિગરોક’નો જન્મ થયો હતો જે આજે એક અગ્રણી ડોમેન રજિસ્ટ્રાર કંપની છે.
એટલું જ નહીં, વર્ષ 2001માં બંને ભાઈઓએ એક સોફ્ટવેર પ્રોગ્રામ પણ બનાવ્યો હતો. જણાવી દઈએ કે, બંને ભાઈઓએ ‘ડાયરેક્ટી’ના બેનર હેઠળ અત્યાર સુધીમાં કુલ 11 સ્ટાર્ટઅપ્સ શરૂ કર્યા છે. ’ડાયરેક્ટી’ ગ્રુપમાં હાલમાં 1,000 કર્મચારીઓ અને 10 લાખ ગ્રાહકો છે. કંપની વાર્ષિક 120 ટકાના દરે વધી રહી છે.
થોડા વર્ષો અગાઉ તુરખીયા અને તેમના ભાઈએ ચાર બ્રાન્ડ્સને એન્ડ્યુરન્સ ઈન્ટરનેશનલ ગ્રુપને 1,000 કરોડ રૂપિયામાં વેચી દીધી હતી. મીડિયા નેટ ગૂગલની એડ સેન્સ સાથે સ્પર્ધા કરવા માટે બનાવવામાં આવી હતી. આ પ્રોડક્ટને ઘણા પ્રકાશકો, જાહેરાત નેટવર્ક અને આંતરરાષ્ટ્રીય એડ ટેક કંપનીઓ દ્વારા લાઇસન્સ આપવામાં આવ્યું છે.
મીડિયા લોસ એન્જલસ, દુબઈ, ઝુરિચ, મુંબઈ અને બેંગ્લોરથી કાર્યરત છે. તે 800 કર્મચારીઓને રોજગારી આપે છે. જાણવા મળ્યું છે કે, ગયા વર્ષે તેમણે 1,554 કરોડની કમાણી કરી હતી. થોડા વર્ષો પહેલા, તેમણે ઓનલાઈન જાહેરાત સાહસ મીડિયાને ચીની સમૂહને 90 કરોડમાં વેચ્યું હતું. આ કિસ્સામાં, તેમણે ગૂગલ અને ટ્વિટરને પણ પાછળ છોડી દીધું.
જણાવી દઈએ કે, બંને ભાઈઓ પાસે એન્જિનિયરિંગની ડિગ્રી ન હોવા છતાં, બંને ઉત્તમ કોડર્સ છે. આ બંનેએ કોઈની મદદ વગર પોતાના દમ પર આટલું મોટું સામ્રાજ્ય ઉભું કર્યું છે. આજે તુરખીયા ભાઈઓ ‘પ્રથમ ભારતીય ઈન્ટરનેટ ઉદ્યોગસાહસિકો’ તરીકે ઓળખાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.