સુરતમાં નહીવત બાબતમાં બે મહિલાઓ વચ્ચેની થઇ બબાલ, બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈ ઉપર તલવારથી હુમલો

સુરત(ગુજરાત): આજકાલ રાજ્યમાંથી એવા ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં નજીવી બાબતે મારામારી થતી હોય છે. આ દરમિયાન સુરતમાંથી પણ આવા ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે ફરીવાર સુરતના અમરોલીમાંથી મહિલાઓ વચ્ચે મારામારી અને ઝઘડાઓનો બનાવ સામે આવ્યો છે. જાણવા મળ્યું છે કે, અહીં અમરોલીમાં કોસાડ આવાસમાં રહેતી બે પરિણીતાઓ વચ્ચે સામસામે જોવા બાબતે બોલાચાલી થઇ હતી.

આ બોલાચાલી ઉગ્ર બનતા એક પરિણીતાનો પતિ બીજાના પતિને કહેવા જતા તેમણે એલફેલ ગાળો આપી માર માર્યો હતો. જેથી ભોગ બનનાર પરિણીતાનો ભાઇ વચ્ચે પડતા તેને પણ માથાના ભાગે તલવારના ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ બનાવને પગલે ઇજાગ્રસ્ત યુવાને અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સુરત શહેરમાં ઘણીવાર સામાન્ય બાબત કે સામાન્ય ઝઘડામાં જ એવી ઘટના બની જાય છે જેને લઈને લોકોનાં જીવ જોખમમાં મૂકાઈ જાય છે. ત્યારે અમરોલીમાં બે પરિણીતાઓ વચ્ચે સામસામે જોવા બાબતે થયેલા ઝઘડામાં તલવાર ઉછળી હતી. જેમાં બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઇ પર તલવારથી હુમલો કરવામાં આવ્યો હતો.

ઘટનાની વિગતે વાત કરીએ તો અમરોલી કોસાડ આવાસમાં બિલ્ડીંગ એચ.૩ માં નં.૨૪૦/બી/૧૦માં રહેતા ઇમ્તીયાઝ અબ્દુલ ઝબ્બાર રાયની બહેન ફલેટની બહાર ઉભી હતી ત્યારે સામેના ફલેટમાં રહેતી આસ્મા પણ ઘરની બહાર નીકળતા બંનેની નજર મળી હતી.

સામસામે જોવા જેવી નજીવી બાબતે આસ્માએ ઇમ્તિયાઝની બહેનને એલફેલ ગાળો આપી ઝઘડો શરુ કર્યો હતો. આ વાત તેણે ઘરે આવી કરતા ઇમ્તિયાઝના બનેવી આસ્માનાં પતિ ફારુકને કહેવા માટે તેમના ઘરે પહોચ્યા હતા. જ્યાં ફારૂક તથા આસ્માએ ભેગા મળી ઇમ્તિયાઝના બનેવીને એલફેલ ગાળો આપી માર માર્યો હોવાનું સામે અવાયું છે.

આ વાતની જાણ થતા ઇમિયઝ તેને છોડાવવા માટે વચ્ચે પડ્યો હતો. ત્યારે ફારુકે ઘરમાંથી તલવાર લાવી ઇમ્તિયાઝને માથાના ભાગે ગંભીર ઘા મારી દીધો હતો. ત્યારબાદ ઇમ્તિયાઝને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ઇમ્તિયાઝે અમરોલી પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસ દ્વારા ફારૂક અને આસ્મા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *