ઓનલાઈન ખાવાનું ઓર્ડર કરવા માટે હજી વધુ એક ઘટના સામે આવી છે.જેમાં ઈંદોરના એક સોફ્ટવેર એન્જિનિયરની બે લાખ રૂપિયા ઓનલાઈન ચોરી થઈ ગયા છે. આગળના તેની સાથે તે સમયે બને કે જ્યારે સોફ્ટવેર એન્જિનિયર ઓનલાઇન ખાવાનું મંગાવી રહ્યો હતો. થોડાક દિવસો પહેલા એચડીએફસી બેન્ક માં આ સોફ્ટવેર એન્જિનિયરે પોતાની કમાણી ના બે લાખ રૂપિયા મુકેલા હતા. આવો જાણીએ આ સોફ્ટવેર એન્જિનિયર ની સાથે કેવી રીતે સમગ્ર ઘટના બની હતી. અને આવી ગેગ થી આપણે કઈ રીતે બચી શકીએ છીએ.
ઓનલાઇન ખાવાનું કરવાની પહેલા આ સોફ્ટવેર એન્જિનિયર ના બેન્ક એકાઉન્ટમાં 280 રૂપિયા કાપવામાં આવ્યા હતા. આવીશ રૂપિયા શા માટે કાપવામાં આવ્યા તે સમજવા અને રિફંડ મેળવવા માટે આ સોફ્ટવેર એન્જિનિયરે કંપનીમાં ફોન કર્યો હતો. કંપની દ્વારા તેને રિફંડ દેવા ઉપર ભરોસો દેવામાં આવ્યો હતો.
કોલ કર્યા બાદ સર્વરમાં તકલીફ છે તેવું જણાવી ને આ સોફ્ટવેર એન્જિનિયર ને પોતાના મોબાઈલ ફોનમાં ડાઉનલોડ કરવા કહેવામાં આવ્યું. એપ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કર્યા બાદ આ સોફ્ટવેર એન્જિનિયર પાસેથી કંપની એ લોગીન કરીને તેનો પાસવર્ડ માંગ્યો હતો.સોફ્ટવેર એન્જિનિયર 280 રૂપિયા પાછા મેળવવાની વાતમાં આવીને કંપનીને પોતાનો પાસવર્ડ આપ્યો હતો.
15 એપ્લિકેશનમાં 2.28 લાખની ચોરી….
ડાઉનલોડ કરેલી કેશન માં બે દિવસ સુધી 380 રૂપિયા પાછા ન મળતાં એન્જિનિયરે ફરી કંપનીમાં ફોન કર્યો હતો. પરંતુ કંપની દ્વારા કોઇ રિસ્પોન્સ મળ્યો નહીં. જેના કારણે બેન્ક એકાઉન્ટ તપાસવા માટે એન્જિનિયર બેંકમાં ગયો. બેન્ક પોતાની એકાઉન્ટ ચેક કરાવતા એન્જીનીયર ના હોશ ઉડી ગયા.
બેંક કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું કે તેના ખાતા માંથી બે દિવસ માં 2.28 લાખ રૂપિયા ની ખરીદી કરવામાં આવી છે. આવી ચોરીઓ થી બચવા માટે તમે કઈ રીતે બચી શકો છો? ચાલો આવો જાણીએ આપણી સાથે પણ કંઇક આવી ઘટના ન બને તેની સંભાળ લઈએ.
કઈ રીતે થઈ શકે છે બચાવ…….
▪ જે કંપનીમાં થી આપણે ખરીદી કરી રહ્યા છીએ એ કંપની નો કોલ આવે તો તે વ્યક્તિ સાથે ધ્યાનથી વાતચીત કરવી.
▪ જો કંપની દ્વારા તમારે ડિટેલ માંગવામાં આવે તો તમારી ડીટેલ ન આપવી જોઈએ. કંપનીઓ મોટા ભાગે તમારું નામ, તમારી જન્મ તારીખ અને તમારો મોબાઈલ નંબર માંગે છે.
▪ તમે તમારા બેંક એકાઉન્ટમાં થી અથવા પેટીએમ દ્વારા પૈસા ચૂકવી રહ્યા છો તો તમારો એકાઉન્ટ નંબર અને પાસવર્ડ કેટલીક કંપનીઓ દ્વારા માંગવામાં આવે છે. જે આપવો જોઈએ નહીં.
▪ તમારો મોબાઇલ ફોનમાં અન્ય પોતાની એપ ડાઉનલોડ કરવા કહે તો એપ ડાઉનલોડ કરવી જોઈએ નહીં. એપ ડાઉનલોડ કરવા ને તમારી પાસે તમારું નામ,મોબાઈલ નંબર,બેન્ક એકાઉન્ટ નંબર તેમજ પાસવર્ડ પોતે મેળવી શકે છે.
▪ તમારા મોબાઇલ ફોનમાં એપ ડાઉનલોડ કરાવીને 9 આંકડા ના કોડ ની માંગ કરે છે. આ કોડ તમારા બેંક એકાઉન્ટના પાસવર્ડ નું જ કામ કરે છે. જેના દ્વારા તમારુ એકાઉન્ટ કંપની ખાલી કરી શકે છે.