ગુજરાતના સુરત શહેરમાં આવેલ પાંડેસરા વિસ્તાર પાસે એક સ્કૂલ રિક્ષા પલટી મારતા એક બાળકનું મૃત્યુ થયું છે. જ્યારે પાંચ બીજા બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે.જેને તરત હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે. આ ઘટના વખતે વરસાદનો માહોલ સર્જાયો હતો. સ્કૂલ રીક્ષા અચાનક બ્રેક લગાવતા પલટી મારી હતી. તેના કારણે એક બાળક હવામાન ઓડી ને જમીન ઉપર પડ્યું હતું. અને બાળકને ઉપર થી રીક્ષા પલટી મારી ગઈ. તે સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ કેમેરામાં કેદ થઇ ગઇ છે.
સીસીટીવી ફૂટેજ કેમેરા પણ જોવા મળ્યું છે કે સ્કૂલ રિક્ષા અચાનક ઊભી રહી હતી. અચાનક બ્રેક લગાવતા ની સાથે રીક્ષામાંથી એક બાળક જમીન ઉપર નીચે પડ્યું હતું. અને રિક્ષા બાળકને ઉપર થઈ પલટી મારી ગઈ. અને અન્ય પાંચ બાળકો ઘાયલ થયા છે જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ પાંચ બાળકો નું કેવું છે કે, રક્ષા ડ્રાઇવર ઝડપથી રિક્ષા ચલાવી રહ્યા હતા. તે સમયે અચાનક બ્રેક લગાવી જેના કારણે એક બાળક રીક્ષા માંથી નીચે પડીયો હતો.
આ રીક્ષા સુરત શહેરના એડમ પબ્લિક સ્કૂલ ની હતી.જે રિક્ષામાં દસથી અગિયાર બાળકો બેસેલા હતા. રિક્ષામાં સવાર દરેક બાળકો નાના હતા.જેમાંથી મૃત્યુ થયેલ બાળક ની ઉંમર માત્ર આઠ વર્ષની જ હતી. આ આઠ વર્ષનો બાળક બીજા ધોરણમાં અભ્યાસ કરી રહ્યો હતો. અકસ્માત દરમિયાન ઘાયલ થયેલ વિદ્યાર્થીઓની હોસ્પિટલ પહોંચાડવા માટે 108 બોલાવવામાં આવી હતી. અને તરત જ નજીકની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ ઘટનામાં મૃત્યુ પામેલ બાળક સુરત ના રહેવાસી રાજુ પ્રજાપતિ નો છે. જે બાળકનું નામ ગૌરવ પ્રજાપતિ જણાવવામાં આવ્યું છે. ગૌરવ નો નાનો ભાઇ પણ સુરતની એડમ સ્કૂલમાં જ અભ્યાસ કરી રહ્યો છે. ગૌરવના ના માતા પિતા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગૌરવ બીજા ધોરણમાં અભ્યાસ કરી રહ્યો હતો. જ્યારે તેનો નાનો ભાઈ જુનિયર કેજી માં અભ્યાસ કરી રહ્યો છે. ગૌરવ ના માતા પિતા દ્વારા રિક્ષા-ડ્રાઇવર ઉપર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.