સવજી ધોળકિયા આવ્યા વિવાદમાં: સુકાયેલી નર્મદા નદીના પટમાં રસ્તો અને સ્ટેડિયમ બનાવી નાખ્યું: જાણો હકીકત

Published on Trishul News at 11:59 AM, Mon, 6 May 2019

Last modified on May 6th, 2019 at 12:00 PM

સુરતના ડાયમંડ કિંગ સવજી ધોળકિયા ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. ભરૂચ ખાતે નર્મદા નદીના પટમાં ખાનગી રિસોર્ટ માટે રસ્તો બનાવી દેવાયો છે. જેને પગલે ભરૂચ મામલતદાર પી.ડી.પટેલ સહિતના અધિકારીઓની ટીમ આજે સ્થળ તપાસ માટે ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને રસ્તાનો પાળો દૂર કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. આ રિસોર્ટ સુરતના ડાયમંડ કિંગ સવજી ધોળકીયાનું હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાત રાજ્યમાં હાલ ઉનાળો આકરો બન્યો છે અને મોટાભાગનાં સ્થળો પર પાણીની સમસ્યા છે. નદીનાં પાણી સુકાયા છે તો ક્યાંક નદીનાં પાણી પહોંચતા જ નથી. ભરૂચ જિલ્લામાં ઝાડેશ્વર પાસે નર્મદા નદીનાં તટ પર બનાવેલા રિસોર્ટ પર જવા ખાનગી માલિકે મંજૂરી વગર નદીમાં જ રસ્તો બનાવી દીધો છે. આ રસ્તાને કારણે નદીનું પાણી અવરોધાય ગયું છે અને બે ભાગમાં વહેંચાઇ જાય છે.આસપાસનાં ગામલોકોમાં પણ રોષ વ્યાપેલો છે.

ભરૂચના નીલકંઠેશ્વર ઘાટ પાસે રસ્તો બનાવવાના મામલે ખુલાસો થયો છે. જેમાં જે રિસોર્ટ સુધી રસ્તો બનાવાયો છે તે રિસોર્ટના માલિક સવજી ધોળકિયો હોવાનો ખુલાસો થયો છે. સવજી ધોળકીયા સુરતના હીરાના મોટા વેપારી છે. ત્યારે રિસોર્ટના રસ્તાઓ મુદ્દે હવે વહીવટી તંત્રએ તપાસ શરૂ કરી છે. પાળો તોડવા માટે કામગીરી હાથ ધરી છે. ત્યારે તેની સેટેલાઇટ તસ્વીરો સામે આવી છે.

ભરૂચમાં સવજી ધોળકિયાના રિસોર્ટ મામલે મોટી માહિતી છે. સવજી ધોળકિયા પોતાના રિસોર્ટમાં મોટું સ્ટેડિયમ બનાવી રહ્યા છે. આ સ્ટેડિયમ ગોવિલ બેટ પર બનાવવામાં આવી રહ્યું છે. સ્ટેડિયમ અને રિસોર્ટ મામટે સવજી ધોળકિયાએ નદીમાં એક માર્ગ બનાવ્યો છે. ત્યારે તેની સેટેલાઈટ તસ્વીરો ગઈ છે.

મહત્વનું છે કે સવજી ધોળકિયાએ ફાર્મહાઉસ પર માત્ર ગાય જ રાખવામાં આવી હોવાનો દાવો કર્યો હતો. જોકે રિસોર્ટની સેટેલાઈટ તસ્વીરમાં સ્ટેડિયમ દેખાઈ રહ્યું છે. વીટીવીએ સવજી ધોળકિયાના કોમર્શિયલ રિસોર્ટનો પર્દાફાશ કર્યો છે. જેમાં નર્મદા નદીમાં આડબંધ બનાવીને સવજી ધોળકિયા રિસોર્ટ બનાવી રહ્યા છે. એટલે કે પોતાના હીત માટે સવજી ધોળકિયા કાયદાનું ઉલ્લંઘન કર્યું હોવાનું સામે આવ્યું છે.

સવજી ધોળકીયાની પ્રતિક્રિયા

ભરૂચમાં નર્મદા નદીમાં રસ્તા મુદ્દે સવજી ધોળકીયાની પ્રતિક્રિયા હતી. અમારો પર્વાયવરણને નુકશાન કરવાનો ઈરાદો નથી. અમે અહિતનુ કામ નથી કર્યુ અમે વૃક્ષો વાવ્યા છે. ત્યા કોઈ રિસોર્ટ જેવુ નથી ત્યા ક્રિકેટનુ ગ્રાઉન્ડ બનાવ્યુ છે. અમે ત્યા રસ્તો નથી બનાવ્યો. પાળાથી નદીને કોઈ અવરોધ નથી થતો.

પાણી સુકાતા નર્મદા નદીમાં બનાવી દેવાયો રસ્તો

ભરૂચના ઝાડેશ્વર નિલકંઠેશ્વર નર્મદા નદીમાં પાણી સુકાઇ ગયું છે. ત્યારે નદીમાં પાણી સુકાતા નર્મદા નદીમાં એક રિસોર્ટના માલિક સવજી ધોળકિયા દ્વારા રસ્તો બનાવી દેવાયો છે. પોતાના રિસોર્ટ સુધી જવા માટે સવજી ધોળકિયાએ નર્મદા નદીના વચ્ચે જ રસ્તો બનાવી દીધો છે. જેને લઇ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. નર્મદા નદીના વહેણને અટકાવી રસ્તો બનાવી દીધો છે. ત્યારે અહિંયા સવાલ એ છે કે, શું રસ્તો બનાવવા માટે તંત્રએ કોઇ પ્રકારની મંજૂરી લીધી હતી? અંગત સ્વાર્થ માટે કાયદાઓને નેવે મુકતા લોકો સામે ક્યારે કાર્યવાહી કરાશે?

Be the first to comment on "સવજી ધોળકિયા આવ્યા વિવાદમાં: સુકાયેલી નર્મદા નદીના પટમાં રસ્તો અને સ્ટેડિયમ બનાવી નાખ્યું: જાણો હકીકત"

Leave a comment

Your email address will not be published.


*