નશા માં આવેલ યુવકે સાપના દાંતથી કર્યા 3 ટુકડા, હોસ્પિટલમાં હાલત ગંભીર…..

આજકાલ લોકો દારૂના નશામાં પોતે શું કરી બેસે છે તેનો ખ્યાલ રહેતો નથી.દારૂના નશામાં આવેલ વ્યક્તિ મોટાભાગે પોતાનું જ નુકસાન કરી બેસે છે. પરંતુ તે સમયે તે દારૂના નશામાં હોવાના કારણે તેને જણાતું નથી. અહીં એવી જ એક ઘટના સામે આવી છે. જેમાં દારૂના નશામાં આવેલ એક યુવકે સાપ ના દાંતથી ત્રણ ટુકડા કર્યા છે. અને સાપ નું જેર આ યુવકના શહેરમાં ફેલાઈ ગયું છે.

ઉત્તર પ્રદેશના એટા વિસ્તારમાં એક હેરાન કરી દે તેવી ઘટના સામે આવી છે. ઘટનામાં દારૂ પીને આવેલ એક યુવકને જેહરીલા સાપે ડંખ માર્યો હતો. નશાની હાલતમાં યુવકે સાપને પકડીને પોતાના દાંત વડે જ સાપના ત્રણ ટુકડા કરી નાખ્યા. સાપનું ઝેર આ યુવકના શરીરમાં ફેલાઈ ગયું.જેના કારણે યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ યુવકનું નામ રાજકુમાર જણાવવામાં આવ્યો છે. ડોક્ટર એન્ડ.પી. સિંહ દ્વારા જણાવાયું છે કે, યુવકે સાપને પોતાના મોઢા માં લીધા બાદ યુવકની હાલત ગંભીર બની ગઇ છે. દવાખાનામાંથી ડોક્ટર દ્વારા યુવકને મોટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. રાજકુમાર ના પિતાનું કહેવું છે કે, જે સમયે સ્થાપના ટુકડા કરવામાં આવ્યા તે સમયે પુત્ર ખૂબ જ દારૂના નશામાં હતો.

આવી વિચિત્ર ઘટના બાદ યુવકના પરિવારજનો એ મૃત્યુ પામેલ સાપને અંતિમ સંસ્કાર આપ્યા હતા. અને ત્યારબાદ તેના પુત્ર ની સંભાળ માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. તદુપરાંત જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા જ આવી ઘટના જોવા મળી હતી. જેમાં 60 વર્ષના વૃદ્ધને સાપ કરડવાના કારણે એ વૃદ્ધ પણ ગુસ્સામાં આવીને સાપ ને મોઢા માં લઇ ને મારી નાખ્યો. આ ઘટના સાપ અને વૃદ્ધ બંનેનું મૃત્યુ થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *