સુરતમાં ઠગબાજ મહિલા અને યુવકે એવી રીતે છેતરપિંડી કરી કે.., જાણીને પોલીસ પણ ગોટે ચડી

સુરત(ગુજરાત): સુરતના વેસુ વિસ્તારમાં કોસ્મેટિકની દુકાનમાંથી ઠગાઈનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં ઠગબાજ મહિલા અને ગઠિયો રૂપિયા 13,700નો કોસ્મેટિક સામાનની ખરીદી કરીને ઓનલાઇન ચૂકવવાનું કહી રૂપિયા નહીં ચૂકવતા પોલીસે ફરિયાદ નોંધાઈ છે. ઠગબાજોએ પેટીએમ કરી સક્સેસ ફુલીનો સ્ક્રિનશોટ બતાવી રૂપિયા ચૂકવી દીધા જાણવી ત્યાંથી જતા રહ્યા હતા. ત્યારબાદ વેપારીના ધ્યાને આવ્યું હતું કે, તેની સાથે છેતરપિંડી થઈ છે. ઉમરા પોલીસે ઠગબાજોની નવી મોડ્સ ઓપરેન્ડી સામે આવતા તપાસ શરુ કરી છે.

રાજુભાઇ અરજણભાઇ મ્યાત્રાના જણાવ્યા અનુસાર, તેઓ કોસ્મેટિકના વ્યવસાય સાથે સંકળાયેલા છે. વેસુમાં સિદ્ધિ વિનાયક મંદિર પાસે આવેલ એક્સઝોલ શોપર્સમાં તેઓ ફેંટસી કલેક્શન નામથી દુકાન ધરાવે છે. ગત તારીખ 27મીના રોજ રાત્રે એક મહિલા અને એક યુવક દુકાનમાં કોસ્મેટિક સામાનની ખરીદી કરવા માટે આવ્યા હતા. બંનેએ ભેગા મળી દુકાનમાંથી કુલ 13700 રૂપિયાના માલની ખરીદી કરી હતી. ત્યારબાદ તેઓએ પેમેન્ટ પે-ટીએમથી ચુકવ્યું છે તેમ જણાવ્યું હતું.

મળતી માહિતી અનુસાર, બંને ભેજાબાજોએ 13700 રૂપિયા પે-ટીએમ કરવાની તેની સામે પ્રોસેસ કરી પેમેન્ટ સક્સેસ ફુલી થયેલાનું બતાવી ખોટો મેસેજ મોકલી વિશ્વાસમાં લઇ શોપમાંથી સામાન લઇ નીકળી ગયા હતા. જોકે પાછળથી જાણ થઇ હતું કે, તેના ખાતામાં પૈસા આવ્યા નથી. જેને કારણે આ મામલે તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને વિરુધ ઠગાઇનો ગુનો નોંધ્યો છે અને સીસીટીવી આધારે વધુ તપાસ શરુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *