ગુજરાત રાજ્યમાં અલગ અલગ શહેરમાં જુગાર રમતા લોકોને રંગેહાથ ઝડપી પાડવામાં આવે છે. મોટા ભાગના લોકો સાતમ આઠમ પર જુગાર રમી રહ્યા હોય છે. ત્યારે સુરત પોલીસ દ્વારા સુરત શહેરમાં અવાર નવાર જુગાર રમતા લોકોને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવે છે.
સુરતમાં સાતમ આઠમ દરમિયાન ઘણા જુગાર રમતા લોકોને પોલીસ પકડી પડે છે. ત્યારે આઠમ દરમિયાન શહેરમાં પોલીસ દ્વારા 350થી પણ વધુ લોકોને જુગાર રમતા રંગે ઝડપી પાડ્યા હતા. સુરત પોલીસ દ્વારા વરાછા,અમરોલી,ઉધના,કાપોદ્રા,સરથાણા,ડિંડોલી,પુણા,કતારગામ,પાંડેસરા,રાંદેર પોલીસ મથકમાં વિસ્તારમાં સૌથી વધુ જુગારીને ઝડપી પાડવામાં આવ્યા છે.
સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવેલ જુગારી લોકો પર પોલીસે જુગાર ધારા એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે.
જુગાર રમવાની સજા:
જુગારનો કેસ કોર્ટમાં સાબિત થાય અથવા આરોપી કોર્ટમાં ગુનો કબુલ કરે તો પ્રથમ વખતના ગુના માટે 500 રૂપિયા દંડ અને વધુમાં વધુ 3 મહિના કેદની સજાની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ જો બીજીવાર ગુનો કરવામાં આવેલ હોય તો છ મહિના કેદની સજા અને 200 રૂપિયા દંડ ની જોગવાઈ કરવામાં આવી છે.
જુગારના કેસમાં જામીનપ્રક્રિયા:
કલમ – 12(અ) મુજબ ખુલ્લામાં જુગાર રમવો કે કલમ 4 અને 5 મુજબ બંધ મકાનમાં જુગાર રમવા બંને ગુનાઓ જામીપાત્ર ગુનાઓ છે એટલે જુગાર રમવા કેસમાં વધુમાં વધુ 24 કલાકમાં પોલીસ સ્ટેશનથી જ જામીન મળી શકે છે અને પોલીસે પણ 24 કલાકમાં જામીન આપવા જ પડે છે તેવું કાયદો કહે છે. જુગારના કેસમાં પકડાયેલા આરોપીને 24 કલાકથી વધુ સમય રાખી શકે નહી જુગારના કેસમાં પકડાયેલા આરોપીને પોલીસે માર મારવાની જરા પણ સત્તા નથી. જુગાર રમતા પકડાયેલા વ્યક્તિને માર મારવામાં આવે તો પોલીસ સામે કોર્ટમાં કે ઉપરી અધિકારીને લેખિતમાં ફરીયાદ કરી શકાય છે. ટૂંકમાં કહીએ તો જુગારના કેસમાં પોલેસ સ્ટેશનથી જ જામીન મળે એ કાયદો છે તેમજ પોલીસ માર મારી શકે નહી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.