મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ નો ભાણીયો રતુલ પુરી ના વિરોધ માં આઈકર વિભાગ દ્વારા કોઈ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આઈકર વિભાગ દ્વારા રતુલ પુરી પાસેથી 254 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. રતુલ પુરી રાજીવ સક્સેના મદદ લઈને એફડીઆઇના રૂપમાં પૈસા ભારત મા લાવવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. ત્યારબાદ આયકર વિભાગે ઘરમાં રેડ પાડી હતી.
અગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરના સોદામાં રતુલ પુરી પાસે આ ઘટનામાં ગોટાળા કરીને કરોડો રૂપિયા ખાઈ ગયો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જે આજે બહાર પાડવામાં આવ્યા છે. ભારતીય વાયુ સેના માટે 12 વીઆઈપી હેલિકોપ્ટરની ખરીદી કરવામાં આવી હતી. જેમાં રતુલ પુરી ગોટાળા કરીને પૈસા ખાઇ ગયો હતો. તેવા આરોપો આજે લગાડવામાં આવી રહ્યાં છે.
ભારતીય યુવા સેના માટે 12 વીઆઈપી હેલિકોપ્ટર ની ખરીદી 2010માં કરવામાં આવી હતી. જેમાં 600 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. પરંતુ જાન્યુઆરી 2014માં ભારત સરકાર દ્વારા તેને રદ્દ કરવામાં આવ્યા હતા.રતુલ પુરી આ હેલિકોપ્ટરના કરારમાં 360 કરોડ રૂપિયા ખાઈ ગયો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે..
આ ઘટના દરમ્યાન રતુલ પુરી ની સમગ્ર ઘટના ને દબાવી દેવામાં આવી હતી. પરંતુ સમય મળતા આઈકર વિભાગ દ્વારા ફરી એકવાર રતુલ પુરી ન ઘરમાં રેડ પાડવામાં આવી હતી. ત્યારબાદ રતલ પુરીનીપૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ કરવાની પહેલા જ રતુલ પુરી ને જાણ થઈ ચૂકી હતી. જેના કારણે અધિકારીઓ થી ભાગી છૂટયા હતા. અધિકારીઓ તેના મોબાઇલમાં ફોન કરતા રહ્યા પરંતુ તેનો ફોન સ્વીચ ઓફ બતાવી રહ્યા હતા.