ભારતીયો માટે અમેરિકા જવું બન્યું સરળ, ટ્રમ્પએ આપ્યા હજારોની સંખ્યામાં નવા વિઝા. જાણો કોને મળશે ?

Published on: 1:48 pm, Thu, 9 May 19

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રે લીધેલા એક નિર્ણયના કારણે ભારતીયો માટે અમેરિકા જવાની તક ઉભી થઈ ગઈ છે. ટ્રમ્પ વહીવટી તંત્ર 30 હજાર વિદેશી કામદારોને હંગામી ધોરણે વિઝા આપશે. સપ્ટેમ્બરના અંત સુધીમાં આ વિઝા આપવામાં આવે તેવી શક્યતા છે.

અમેરિકામાં એચ ટુ બી વિઝા રિટર્નિંગ ફોરેન વર્કરને આપવામાં આવે છે. આ વિઝા એવા વિદેશીઓને આપવામાં આવે છે કે જે થોડાક સમય પછી પોતાના વતન પાછા ફરવાના હોય છે. આવા વિઝા હોલ્ડરો થોડાક સમય પછી તે જ કંપનીમાં નોકરી માટે ફરી જાય છે અને એ રીતે તેમને વારંવાર અમેરિકા જવાની તક મળે છે.

અમેરિકામાં કંપનીઓને મજૂરી કામ માટેના કામદારો મળતા નથી તેથી આ નિર્ણય લેવાયો છે. અમેરિકામાં એક નાણાકીય વર્ષમાં ફક્ત 66,000 સિઝનલ વિઝા આપી શકાય છે. ફિશરિઝ કંપનીઓ, સિઝનલ હોટેલ સહિતના બિઝનેસ સિઝનલ વર્કરની મોટા પાયે જરૂર પડે છે તેથી આ વધારાના વિઝાનો નિર્ણય લેવાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.