રાજસ્થાન: મંગળવારે વહેલી સવારે રાજસ્થાનના નાગૌરમાં જીપ અને ટ્રક વચ્ચેના એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 12 પ્રવાસીઓનાં મોત નીપજ્યા હતાં અને 6 લોકોને ગંભીર ઈજાઓ પહોચી છે. માર્ગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ તમામ લોકો મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના એક જ ગામના વતની હતા. અકસ્માતમાં ઈજાગ્રસ્ત યાત્રાળુએ કહ્યુ હતું કે, રાજસ્થાનના રામદેવરા સહિત વિવિધ સ્થાનો ઉપર દર્શન કરીને પુષ્કર તરફ જઈ રહ્યા હતાં. તે દરમિયાન મધ્યપ્રદેશના યાત્રાળુઓ અકસ્માતનો ભોગ બન્યા છે. જીપમાં 18 લોકો સવાર હતાં. આ દરમિયાન બન્ને વાહનો પૂરઝડપે જતા હતાં. એટલું જ નહીં, તૂફાન જીપમાં જરૃર કરતાં વધારે લોકો સવાર હતાં.
મળતી માહિતી અનુસાર, આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ 8 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને અન્ય 4 લોકોએ રસ્તામાં દમ તોડ્યો હતો. હાલમાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે બિકાનેરની પીબીએમ હોસ્પિટલમાં છે. આ ઘટનાની જાણ થતાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી અને મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50-50 હજાર રૂપિયાની આર્થીક સહાય આપવાનું જાહેર કર્યું હતું. બીજી તરફ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ મૃતકોના પરિવારજનોને રાજ્ય સરકાર તરફથી 2-2 લાખની આર્થીક સહાય અને ઈજાગ્રસ્તનો સારવારનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે તેવી જાહેરાત કરી છે.
બીજી તરફ મંગળવારે બેંગ્લુરૂના કોરામનાગલા વિસ્તારમાં ઔડીનો અકસ્માત સર્જાતા 7 લોકોનાં મુત્યુ નીપજ્યા હતાં. મુર્ત્યું પામેલ પ્રવાસીઓમાં તામિલનાડુ વિધાનસભાના ડીએમકે એમએલએ વાય. પ્રકાશના પુત્ર કરુણા સાગર અને પુત્રવધૂ બિંદુનો સમાવેશ થાય છે. માહિતી મુજબ, ઔડી ફુલસ્પીડે જતી હતી. ત્યારે ફૂટપાથ ઉપર સ્ટ્રીટલાઇટ સાથે ટકરાઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.