હરિયાણાના જીંદ જિલ્લામાં મોટો અકસ્માત થયો હતો. અહીંના સફિડોન સબ ડિવિઝનના મલાર ગામ પાસે હાઇ વોલ્ટેજ ઇલેક્ટ્રિક વાયર સાથે અથડાતા પાણીપતના ત્રણ યુવકોના મોત થયા હતા. અન્ય બે યુવાનો ગંભીર રીતે દાઝી ગયા હતા. 11 હજાર વોલ્ટેજની લાઈન અથડાવાને કારણે આ દર્દનાક અકસ્માત સર્જાયો હતો.
જાણવા મળ્યું છે કે, ત્રણેય મૃતક યુવકો ખડ ભરેલી ટ્રોલી પર બેઠા હતા. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ, યુવકોએ મલાર ગામમાંથી ઘડ(ભૂસું) ખરીદ્યું હતું. બુધવારે બપોરે આ લોકો પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન, ત્રણ લોકો ટ્રોલીની ઉપર બેઠા, જ્યારે બે ટ્રેક્ટર પર બેઠા હતા.
11 હજાર વોલ્ટેજ લાઇન નીચેથી પસાર થતી વખતે ટ્રોલી વાયર સાથે સંપર્કમાં આવી હતી. આ બાદ, લાકડીઓની મદદથી, યુવકોએ ઇલેક્ટ્રિક વાયર ઉપર ઉપાડવાનો પ્રયાસ કર્યો, જે દરમિયાન ત્રણેયને ભયંકર કરંટ લાગ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, પાણીપત જિલ્લાના ગઢી બેસરના રહેવાસી 18 વર્ષીય અમીર, 18 વર્ષીય અમજદ અને રાણા માજરા ગામના રહેવાસી 25 વર્ષીય મોમિનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસે મૃતકો અને ઘાયલોના પરિવારજનોને જાણ કરી હતી. ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સફિડોનની સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.