દેવદૂત બનીને આવેલ બે લોકોએ ઝાડની ડાળીઓમાં ફસાયેલ ગાયમાતાને બક્ષ્યું નવજીવન- જુઓ વિડીયો

સોસિયલ મીડિયા પર અવારનવાર કેટ-કેટલાય વિડીયો વાયરલ થતા રહેતા હોય છે ત્યારે હાલમાં પણ આવા જ અન્ય એક ખુબ વાયરલ થયેલ વિડીયોને લઈ સમાચાર સામે…

સોસિયલ મીડિયા પર અવારનવાર કેટ-કેટલાય વિડીયો વાયરલ થતા રહેતા હોય છે ત્યારે હાલમાં પણ આવા જ અન્ય એક ખુબ વાયરલ થયેલ વિડીયોને લઈ સમાચાર સામે આવ્યા છે. અમેરિકામાં આવેલ ઈડા તોફાનના ભયંકરતા વ્યાપેલી છે. તોફાન પછી રેસ્ક્યૂ ટીમ લોકોને બચાવવા માટે આકરી મહેનત કરી રહ્યા છે.

આવા સમયે એક ગાય માતાનું રેસ્ક્યૂ કર્યાનો વીડિયો સોસિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. હકીકતમાં જોવામાં આવે તો, પુરના પાણીમાં તણાઈને એક ગાય વૃક્ષમાં ફસાઈ ગઈ હતી. ત્યારપછી અહીં પહોંચેલા 2 લોકોએ ગાયને સહીસલામત બહાર કાઢી હતી. લોકો દ્વારા આ બંનેના ખૂબ વખાણ કરવામાં આવી રહ્યા છે.

આ વીડિયોને અત્યાર સુધીમાં કુલ 27,000થી પણ વધારે લોકોએ જોયો છે તેમજ 150થી વધારે લાઈક્સ પણ મળી ચુકી છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ ગાય પુરના પાણીમાં તણાઈને આ જગ્યા પર પહોંચી ગઈ હતી પરંતુ એક વિશાળ ઝાડીમાં ફસાઈ ગઈ હતી.

ગાય ઝાડની ડાળીઓમાં એવી રીતે ફસાઈ ગઈ હતી કે, તે નિકળી શકે તેમ ન હતી ત્યારે આવા સમયમાં તેને તાત્કાલિક બહાર કાઢવી ખૂબ મુશ્કેલ કામ હતું. ફક્ત 33 સેકન્ડના આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એકસાથે 2 લોકો ઝાડની ડાળીઓ કાપીને કેવી રીતે ગાયને બચાવી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે, ઈડા તોફાન અમેરિકામાં આવેલ ખાડીના તટિય વિસ્તારમાં આવેલ શક્તિશાળી તોફાનમાંનું એક છે. ઈન્ટરનેટ પર જે તસ્વીરો તેમજ વીડિયો વાયરલ થઈ રહ્યા છે, તેમાં તોફાનથી થનારુ નુકસાન સ્પષ્ટપણે દેખાઈ રહ્યુ છે. કેટ-કેટલીય જગ્યા પર તોફાને ખતરનાક તબાહી મચાવી છે. જેને લીધે તે જગ્યાને શોધવી પણ અઘરું બનતું જઈ રહ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *