મહેસાણા(ગુજરાત): ભારતમાં દિવસેને દિવસે અકસ્માતની સંખ્યા વધી રહી છે. તેમાં લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે તેવામાં ફરી એક વાર ગુજરાતમાં ગંભીર અકસ્માત સર્જાયો છે.
ગુજરાતમાં મહેસાણાના વિસનગરના ઉમતા નજીક આગળ ઉભેલા ટ્રક સાથે ગાડી અથડાતાં કારમાં સવાર એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે ડ્રાઇવર સહિત 3 લોકોને ઈજાઓ પહોચી હતી. ઈજાગ્રસ્ત હાલતમાં તેમને સારવાર માટે મહેસાણા સિવિલમાં મોકલવામાં આવ્યા છે. પોલીસે આ બનાવ અંગે ગાડીના ચાલક વિરુધ ગુનો નોંધી તપાસ શરુ કરી છે. રાજસ્થાનના ભાટડીયા રહેતા પરમાર મુકેશકુમાર લાલજી બુધવારે તેના સંબંધીને ઘરે ઉમતા આવ્યો હતો. તેને કામ માટે માણસા જવાનું થતા રાજુભાઈ સોમાભાઈ ઠાકોરની ઈકો નં.જી.જે.ઝેડ.0248 લઈ મુકેશભાઈ, તેમના નાનાભાઇ આકાશ સાથે નીકળ્યા હતા.
તે દરમિયાન ગાડીના ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા ગાડી નાલંદા સંકુલ આગળ ઉભેલ ટ્રેલરના પાછળના ભાગે અથડાતાં મુકેશજીનું ઘટનાસ્થળે મોત થયું હતું. ઈકોના ડ્રાઇવર રાજુભાઈ, આકાશ તેમજ કરણજીને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે મહેસાણા સિવિલમાં લઇ જવામાં આવ્યા હતા. કરણજીએ આ બનાવ અંગે વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં ડ્રાઇવર રાજુભાઈ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.