એક સાથે ચાર મિત્રો બાઈક પર જઈ રહ્યા હતા, અચાનક જ સાંપ વચ્ચે આવી જતા થયા ખરાખરીના ખેલ- જુઓ ખતરનાક વિડીયો

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે…

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક ખતરનાક વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને રૂવાડા બેઠા થઇ જશે.

તમે બધા જાણતા જ હશો કે બાઇક પર 3 અથવા વધુ લોકોની સવારી સખત પ્રતિબંધિત છે. પરંતુ તેમ છતાં, કેટલાક લોકો તકનો લાભ ઉઠાવે છે અને બાઇક પર વધારે લોકોને બેસાડી લે છે. ત્યારે હાલમાં જ સોશિયલ મીડિયા પર એક જબરદસ્ત વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક સાથે 4 મિત્રો બાઇક પર સવારી કરીને નીકળી રહ્યા હતા અને અચાનક સાપ તેમની વચ્ચે આવી જતા તેમનું સંતુલન ખોરવાઈ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by ?? ENDDD JANTA ?? (@enddd_janta)

સામાન્ય રીતે સાપ સામે હોશિયારી મારવી એટલી સરળ નથી, પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થતો આ રમુજી વિડીયો ચોક્કસપણે તમને હસાવશે. આ વાયરલ વીડિયોમાં 4 મિત્રો બાઇક પર સવાર છે. ચારેય પોતાની મસ્તીમાં રસ્તા પર જઈ રહ્યા હતા કે ત્યારે જ અચાનક જ રસ્તાની સામે સાંપ આવી જાય છે અને તેમનું સંતુલન ખોરવાઈ જાય છે.

તેમની સામે સાપને જોઈને ચારેય મિત્રોની હાલત ખરાબ થઈ ગઈ. બાઇક ચલાવતા મિત્રએ તેનું સંતુલન ગુમાવ્યું અને ચારેય મિત્રો રસ્તા પર જ ઢગલો થઇ ગયા. તેમાંથી એકે નીચેથી સાપને પકડવાનો પ્રયાસ કર્યો. પછી સાપ ત્યાંથી નીકળી જાય છે. ઘણા લોકો તો એવું કહી રહ્યા છે કે, ટ્રાફિક પોલીસની જગ્યાએ સાપે તેમને સજા આપી.

અત્યાર સુધીમાં 30 હજારથી વધુ વપરાશકર્તાઓએ આ વાયરલ વીડિયો જોયો છે. લોકો કહે છે કે આ મિત્રોને બાઇક પર વધારાની સવારી કરવાની સજા મળી છે. આ વિડીયો જોઇને તમારે પણ શીખ લેવી જોઈએ કે, બે કરતા વધારે લોકો ગાડી પર બેસીને સવારી કરવી ખુબ જ અત્યંત ખતરનાક સાબિત થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *