દેશમાં બેરોજગારીનો દર સતત વધી રહ્યો છે. જોવા જઈએ તો દેશમાં બેરોજગારી દર ઓગસ્ટ મહિનામાં ફરી એક વાર વધ્યો છે. હકીકતમાં જોવા જઈએ તો દેશમાં બેરોજગારીને લઈને સેન્ટર ફોર મોનિટરીંગ ઈંડિયન ઈકોનોમી એટલે કે, CMIEએ એક રિપોર્ટ જાહેર કર્યો છે. જાહેર કરેલા રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ઓગસ્ટ મહિનામાં સત્તાવાર અને બિન સત્તાવાર બંને ક્ષેત્રમાં અધધ… 15 લાખથી વધારે લોકો બેરોજગાર થયા છે.
CMIEના આંકડા જણાવી રહ્યા છે કે, જૂલાઈમાં કાર્યરત લોકોની સંખ્યા 399.38 મિલિયનથી ઘટીને ઓગસ્ટમાં 397.78 મિલિયન પર પહોંચી ગઈ. ફક્ત ઓગસ્ટ મહિનામાં ફક્ત ગ્રામિણ ભારતમાં લગભગ 13 લાખ જેટલા લોકોએ પોતાની નોકરી ગુમાવી દીધી છે.
CMIE અનુસાર, ઓગસ્ટ મહિનામાં દેશમાં બેરોજગારીનો દર 8.32 ટકા હતો, જ્યારે જુલાઈ મહિનામાં બેરોજગારીનો દર 6.95 ટકા હતો. જયારે શહેરી બેરોજગારીનો દર ઓગસ્ટ મહિનામાં લગભગ 1.5 ટકા વધીને 9.78 ટકા જેટલો થયો છે. જુલાઈ મહિનામાં દેશમાં શહેરી બેરોજગારીનો દર 8.3 ટકા હતો. જયારે જૂન મહિનામાં 10.07 ટકા, મે મહિનામાં 14.73 ટકા અને એપ્રિલ મહિનામાં 9.78 ટકા હતો. માર્ચ મહિનામાં, કોરોના સંક્રમણની બીજી લહેર ભારતમાં આવે તે પહેલા શહેરી બેરોજગારીનો દર 7.27 ટકાની આજુબાજુ હતો.
જયારે બીજી બાજુ, દેશમાં ગ્રામીણ બેરોજગારીનો દર ઓગસ્ટમાં 1.3 ટકા વધીને 7.64 ટકા થઇ ગયો છે. જુલાઈમાં તે 6.34 ટકા હતો. CMIE ડેટા બતાવે છે કે, જુલાઈ મહિનામાં, જ્યાં લગભગ 3 કરોડ લોકો કામની શોધમાં હતા અને ઓગસ્ટ મહિનામાં 3.6 કરોડ લોકો કામની શોધમાં હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.