Tokyo Paralympics 2020: ભારતને મળી વધુ એક સફળતા, પ્રવીણ કુમારે 18 વર્ષની ઉંમરે પેરાલિમ્પિક્સમાં રચી દીધો ઈતિહાસ

ટોક્યો પેરાલિમ્પિક્સ 2020 માં ભારતને વધુ એક મેડલ મળ્યો છે. ભારતના પ્રવીણ કુમારે હાઇ જમ્પ ટી -64 કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે. પેરાલિમ્પિક્સમાં ભારત પાસે કુલ 11 મેડલ છે. પ્રવીણે 2.07 મીટર કૂદકો મારીને પુરુષોની હાઈ જમ્પમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. પેરાલિમ્પિક્સમાં ભારતને હાઈ જમ્પમાં 4 મેડલ મળ્યા છે, તે પહેલા ભારતના મરિયપ્પન થંગાવેલુએ T63 ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો, શરદ કુમારને બ્રોન્ઝ, જ્યારે નિશાદ કુમારે T47 માં એશિયન રેકોર્ડ સાથે ભારતને સિલ્વર મેડલ અપાવ્યો.

ગ્રેટ બ્રિટનના જોનાથન બ્રૂમ-એડવર્ડ્સે 2.10 મીટરની છલાંગ સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે. જ્યારે પોલેન્ડના મેસીજ લેપિયાટોએ 2.04 મીટરના પ્રયત્નો સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

પીએમ નરેન્દ્ર મોદીએ પ્રવીણને સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. પ્રવીણને મેડલ જીતવા બદલ અભિનંદન આપતા પીએમે લખ્યું છે કે, ‘પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતવા બદલ પ્રવીણ કુમાર પર ગર્વ છે. આ મેડલ તેમની મહેનત અને અપ્રતિમ સમર્પણનું પરિણામ છે. તેમને અભિનંદન, તેમના ભાવિ પ્રયાસો માટે ખુબ ખુબ શુભેચ્છાઓ.

પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. દેશે અત્યાર સુધીમાં બે ગોલ્ડ, છ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા છે. રિયો પેરાલિમ્પિક્સ (2016) માં ભારતે ગોલ્ડ મેડલ સહિત માત્ર 4 મેડલ જીત્યા હતા. આવી સ્થિતિમાં ભારતીય ખેલાડીઓ આ વખતે પેરાલિમ્પિક્સમાં અદ્ભુત પ્રદર્શન કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *