જામનગર(ગુજરાત): ધોધમાર વરસાદ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ખાબક્યો હતો. જેથી દરેક જગ્યાએ પાણીનો ભરાવો થયો હતો. ત્યારે જામજોધપુર પંથકના નંદાણા ગામ પાસેના કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યું હતું અને પાણીનો ફ્લો 3 ફૂટ જેટલો વહી રહ્યો હતો. આમાં તલાટી મંત્રીની કાર ફસાઈ ગઈ હતી. જેને ગ્રામજનોએ ભારે જહેમત પછી તેને બહાર કાઢીને તલાટીનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો.
ભારે વરસાદના કારણે નંદાણા ગામ પાસેના ડેરી આંબરડી અને નંદાણા વચ્ચેના કોઝવે પર વરસાદી પાણી ભરાઈ જતા તેમાં એક કાર ફસાઈ હતી. આ કાર તલાટી મંત્રીની હતી. જામજોધપુર તલાટી મંત્રી રૂપેશ સુથાર જઈ રહ્યા હતા. ત્યારે કોઝવે પર પાણી ભરાય જતા તેઓ કાર સાથે ત્યાં ફસાઈ હતા.
મળતી માહિતી મુજબ, તલાટી મંત્રીની કાર કોઝવે પર ફસાઈ જતા સરપંચ સહિત ગ્રામજનો અને આગેવાનોએ બચાવ કામગીરી શરુ કરી હતી. એટલું જ નહીં, શેઠવડાળા પોલીસ મથકની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી. ગ્રામજનોએ ભારે જહેમત પછી કારને બહાર કાઢી તલાટી મંત્રીનો બચાવ કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.