ફૂલ સ્પીડમાં આવતા વાહને રોડ ક્રોસ કરતા યુવકને લીધો અડફેટે- જુઓ વિડીયો

હૈદરાબાદ: આજકાલ દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. તેવામાં ફરીવાર એક વ્યક્તિની બેદરકારીના કારણે ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. ત્યારે તેલંગાણાનો અકસ્માતનો આવો જ એક વિડીયો જોવા મળ્યો છે.

મળતી માહિતી અનુસાર, આ વિડીયો તેલંગાણાના હૈદરાબાદનો છે જે જોઇને તમે પણ દંગ રહી જશો. દબીરપુર વિસ્તારમાં એક યુવક રોડ ક્રોસ કરી રહ્યો હતો. તે દરમિયાન તેની સાથે અકસ્માતની સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, એક યુવક રોડ ક્રોસ કરી રહ્યો હતો. તે દરમિયાન ફૂલ સ્પીડમાં આવતા એક વાહને યુવકને ટક્કર મારીને ઉછાળી દીધો હતો.

આ સમગ્ર ઘટનાનો વિડીયો રોડ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. વિડીયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે યુવક શાંતિથી રોડ ક્રોસ કરી રહ્યો છે. તે દરમિયાન અચાનક જ એક ફુલ સ્પીડમાં આવતું વાહન તેને ટક્કર મારે છે. વિડીયો જોઈને તમને એવું જ લાગશે કે ઘટનાનો ભોગ બનેલો યુવક ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હશે. પરંતુ ભગવાનના ચમત્કારથી યુવકને સામાન્ય ઇજા પહોંચે છે. આ ઘટના બનતાની સાથે જ આસપાસના લોકો ત્યાં પહોંચી ગયા છે. ત્યારબાદ યુવકને સારવાર માટે તરત હોસ્પિટલમાં લઇ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *