છત્તીસગઢ: હાલમાં છત્તીસગઢમાંથી એક ચકચારી ઘટના સામે આવી છે જેમાં લગ્ન કરવાની ના પાડતા એક યુવકને માતા અને પુત્રીએ મળીને જીવતો સળગાવી દીધો હતો. પહેલા યુવતીએ દોસ્તી કરી અને પછી લગ્નનું દબાણ કરીને તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. જ્યારે યુવકે ના પાડી ત્યારે તેના પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી. સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે પોલીસે તપાસ શરૂ કરી તો મામલો ખુલ્યો હતો. ગુરુવારે 7 દિવસ બાદ આરોપીએ માતા-પુત્રીની ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, બૈકુંઠપુરના ઓરજી પરાના રહેવાસી વેદપ્રકાશ ગુપ્તા 18 ઓગસ્ટના રોજ તલવાપરામાં એક ઘરમાં દાઝી ગયેલી હાલતમાં પડ્યો હતો. જ્યારે પડોશીઓએ આ જોયું તો તેમણે પરિવારના સભ્યોને જાણ કરી. આ પછી પરિવાર તેને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયો, પરંતુ તેની હાલત નાજુક જોઈને તેને રાયપુર રીફર કરવામાં આવ્યો. વેદપ્રકાશનું 26 ઓગસ્ટના રોજ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ પછી પિતા વીરેન્દ્ર ગુપ્તા બૈકુંઠપુર કોતવાલી પહોંચ્યા અને કહ્યું કે, પૂજા પ્રધાન અને તેની માતા પ્રમિલા પ્રધાને તેમના પુત્રને સળગાવી દીધો હતો.
આ અંગે કોતવાલી પોલીસે રાયપુરના રાજેન્દ્ર નગર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને મર્ગ ડાયરી મેળવી. જ્યારે વિગતો જોવામાં આવી ત્યારે તેમાં વેદપ્રકાશ ગુપ્તાએ તેમના મૃત્યુ પહેલા આપેલ નિવેદન હતું. આમાં, વેદપ્રકાશે કહ્યું હતું કે તે પૂજા પ્રધાન સાથે પહેલાથી જ મિત્ર છે. ઘટનાના દિવસે પૂજાએ તેને મળવા માટે ઘરે ફોન કર્યો હતો. તેની માતા પણ ત્યાં હતી. બંનેએ લગ્ન માટે દબાણ કરવાનું શરૂ કર્યું અને તેમને બ્લેકમેલ કરીને પૈસાની માંગણી કરી. ના પાડવા પર, તેના પર પેટ્રોલ છાટ્યું અને તેને આગ લગાવી દીધી.
પોલીસે માતા અને પુત્રી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો. જ્યારે પોલીસ ટીમ બંનેને પકડવા તેમના ઘરે પહોંચી ત્યારે તેમને ખબર પડી કે તેઓ ઘટનાના દિવસથી ફરાર છે. આ દરમિયાન ગુરુવારે પોલીસને માહિતી મળી કે, માતા અને પુત્રી તલવાપરા વિસ્તારમાં છે. ત્યારબાદ પોલીસે બંનેને ઘેરી લીધા હતા. પૂછપરછ દરમિયાન આરોપી પૂજા પ્રધાન અને તેની માતા પ્રમિલા પ્રધાને હત્યાની કબૂલાત કરી છે. પોલીસે જણાવ્યું કે, છોકરાની કરિયાણાની દુકાન હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.