સુરત(ગુજરાત): એક 6 વર્ષની બાળકીને સુરત સિંગણપોર ચાર રસ્તા નજીક જીપના ચાલકે કચડી નાખી હતી. આ ઘટનાના CCTV માં કેદ થઇ હતી. CCTV સામે આવતા જ સિંગણપોર પોલીસે જીપના ચાલકની વિરુધ ફરિયાદ નોંધીને આરોપીની શોધખોળ શરુ કરી છે.
અડફેટે ચડેલ બાળકી શ્રમજીવી પરિવારની એકની એક દીકરી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના ત્રણ દિવસ પહેલા બની હતી. આ ઘટના બાદ પણ જીપનો કરોડપતિ આરોપી પોલીસ પકડથી દૂર હોવાથી પોલીસ પર અનેક સવાલ ઉભા થયા છે. જાણવા મળ્યું છે કે, બાળકી સ્વિમેર હોસ્પિટલમાં ઝઝૂમી રહી છે.
મળતી માહિતી મુજબ, જીતુ રાઠોડની ત્રણ સંતાનમાં એકની એક દીકરી ગાયત્રી સૌની લાડકી દીકરી છે. માતા ઘર કામ કરી પરિવારમાં આર્થિક રીતે મદદ કરે છે, ત્યારે જીતુભાઇ ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પહેલી સપ્ટેમ્બરના રોજ માસૂમ ગાયત્રી ઘર નજીક દુકાન પર ગાંઠિયા લઈ પરત આવી રહી હતી. ત્યારે સિંગણપોર ચાર રસ્તા નજીક રોંગ સાઇડ પર આવતી એક બ્લેક કલરની જીપ ચાલકે તેને ટક્કર મારી હતી, જેમાં દીકરીના બન્ને પગની પરથી જીપના ચાલકે કાર ચડાવી દીધી હતી. અકસ્માત બાદ કાર ચાલક ત્યાંથી ભાગી ગયો હતો.
આ ઘટના સવારે સાડા નવ વાગ્યે બની હતી. ઘટના બાદ આસપાસના લોકો ત્યાં આવીને ગાયત્રીને તરત સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં હજારોનો ખર્ચ થશે એવું સામે આવતા તેને પાલિકા સંચાલિત સ્વિમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
હાલ ગાયત્રીની હાલત હજુ નાજુક હોવાનું સામે આવ્યું છે. આજે ઘટનાને ત્રણ દિવસ થવા આવ્યા છે છતાં જીપનો ચાલક પોલીસ પકડમાં આવ્યો નથી. સાથે સાથે, કરોડોના ફ્લેટમાં રહેતા જીપના ચાલકે બાળકીના સારવાર ખર્ચ માટે પણ કોઈ જાણ કરી ન હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.