થોડા દિવસ બાદ ગણેશ ચતુર્થીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે મોટાભાગના લોકો આ તહેવારની ઉજવણીની પુરતૈયારીમાં લાગી ગયા છે. આવા સમયમાં રાજ્યના સુરત શહેરમાંથી એક પ્રેરણાદાયક કહાની સામે આવી છે. ગણપતિની પીઓપીની મૂર્તિથી પર્યાવરણને થતા નુકસાનને બચાવવા શહેરના આર્ટીસ્ટ જિગિષા ચેવલી દ્વારા બાળકોને માટીની મૂર્તિ બનાવવાની તાલીમ આપવાની શરૂ કરવામાં આવી હતી.
જિગિષા પોતે એક આર્ટીસ્ટ છે કે, જે પેઈન્ટિંગથી લઈને અનેકવિધ પ્રકારના વર્કશોપ કરે છે. પર્યાવરણને નુકસાન થતા જોઈને તેમણે ‘ગ્રીન ગણેશા પ્રોજેક્ટ’ની શરૂઆત કરી હતી કે, જેમાં તેમણે જાતે મૂર્તિ બનાવવીને ખાસ કરીને તો 12 થી લઈને 20 વર્ષ સુધીના યુવાનોને માટીની મૂર્તિ બનાવતા શીખવાડવાનું કામ હાથ ધર્યું હતું.
જિગિષા છેલ્લાં 5 વર્ષથી ‘ગ્રીન ગણેશા પ્રોજેક્ટ’ પર કામ કરી રહ્યાં છે તેમજ લોકોને પ્રોત્સાહન મળે તે હેતુની સાથે તેઓ દરેકને વિના મૂલ્યે જ ગણપતિની મૂર્તિ આપી રહ્યાં છે. એક મૂર્તિ બનાવતા અંદાજે 2 થી 3 કલાકનો સમય લાગે છે. આ મૂર્તિઓ સાળું માટીમાંથી તથા કુંડાની માટીમાંથી બનાવવામાં આવે છે.
જે મૂર્તિ તૈયાર કરવામાં આવે છે એની અંદર બીજ પણ નાખી દેવામાં આવે છે. જેને કારણે જયારે વિસર્જન કરવામાં આવે ત્યારે કુંડામાં જ તેનું વિસર્જન કરી શકાય છે. બજારમાં મળતાં ઓર્ગેનિક બીજ અથવા તો કોઈ ફૂલના બીજ નાખવામાં આવે છે. આ મૂર્તિ વિસર્જિત કરવામાં આવે ત્યારે ટૂંક સમયમાં જ તેમાંથી છોડ ઊગી નીકળે છે. આ રીતે આપણા પર્યાવરણની જાળવણી થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.