અમદાવાદ(ગુજરાત): અમદાવાદમાં એક શ્રીમંત ઘરનો દિકરો પત્નીને કહ્યા વગર જ કેનેડા ચાલ્યો ગયો હતો. જેના લીધે પોલીસ સ્ટેશનમાં સાસરીયાઓ દહેજ મામલે ત્રાસ આપતા હોવાની ફરિયાદ પરિણીતાએ નોંધાવી હતી. પત્નીને જાણ કર્યા વગર જ પતિ કેનેડા ચાલ્યો ગયો હતો ત્યારબાદ પત્નીને વિડીયો કોલ કરીને બિભત્સ માંગણી કરતો હતો. જો એ બધું પરિણીતા ન કરે તો અપશબ્દો બોલીને તેને ધમકાવતો હતો. પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ આનાથી કંટાળીને પતિ સહિત સાસરીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરુ કરી છે.
મળતી માહિતી મુજબ, મુંબઇમાં રહેતા કૃણાલ સાથે ગોતા વિસ્તારમાં રહેતી 30 વર્ષના શિલ્પાના લગ્ન થયા હતા. પરંતુ બન્ને વચ્ચે મનમેળ ન રહેતા શિલ્પાએ છૂટાછેડાચ લઇ લીધા હતા. ત્યારબાદ તેમના સમાજના ટ્રસ્ટમાં શિલ્પાએ લગ્ન માટે રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ. જેને કારણે વર્ષ 2020માં શિલ્પાને ગાંધીનગરમાં રહેતા જતીન સાથે સંપર્ક થયો હતો. થલતેજના આર્ય સમાજના મંદીરમાં બન્નેએ લગ્ન કર્યા હતા. લગ્નના બીજા દિવસે સાસુએ શિલ્પાને જણાવ્યું હતું કે, તારા પરિવારે દહેજમાં કશું આપ્યું નથી. જો તારે આ ઘરમાં રહેવુ હોય તો નવા મકાન લેવા માટે તારે ઘણા બધા રૂપિયા લાવવા પડશે તે લઇ આવજે તો જ તને ઘરમાં રાખીશુ તેમ કહી શિલ્પા સાથે બોલાચાલી થઇ હતી. જતીન દારૂ પીને અવાર નવાર ઝઘડો કરીને શિલ્પાને માર મારતો હતો. શિલ્પાના બીજા લગ્ન હોવાથી તે પતિનો ત્રાસ સહન કરતી હતી.
લગ્નના થોડા જ સમય બાદ શિલ્પાને મૂકીને પતિ કેનેડા ચાલ્યો ગયો હતો. ત્યાં જઇને જતીન વિડીયો કોલ કરીને શિલ્પા સાથે બિભત્સ માંગણી કરતો હતો. જો પતિ જણાવે તે પ્રમાણે શિલ્પા ન કરે તો બેફામ ગાળો બોલીને ધમકાવતો હતો. શિલ્પાએ તેના સાસરીયાઓને આ અંગે જાણ કરતા તેઓ પણ પતિની સાઈડ લેવા લાગ્યા હતા. ત્યારબાદ શિલ્પાએ આ અંગે પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ સસરા, જેઠ જેઠાણી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.