Zomatoનો ડિલિવરી બોય હતો મુસ્લિમ, આ વ્યક્તિએ કર્યો પાર્સલ લેવાનો ઇનકાર! જાણો ઝોમેટો એ કેવી રીતે આપ્યો જવાબ

ઑનલાઇન ફૂડ સર્વિસ વેબસાઇટ ઝોમેટોની સાથે એક વખત ફરીથી ધર્મ સાથે જોડાયેલો એક મામલો સામે આવ્યો છે. એક ગ્રાહકે ઝોમેટોના ડિલિવરી બોય પાસેથી માત્ર એટલા માટે ખાવાનું નથી લીધું કારણ કે તે મુસ્લિમ હતો. પરંતુ હવે ઝોમેટોની તરફથી એ વ્યક્તિને જડબાતોડ જવાબ આપ્યો છે. પહેલાં આ જવાબ ઝોમેટોએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી આપ્યો છે અને ત્યારબાદ ઝોમેટોના ફાઉન્ડર દીપેન્દ્ર ગોયલે પણ આપ્યો. ઝોમેટો એ લખ્યું કે ખાવાનો કોઇ ધર્મ હોતો નથી, ખાવાનું ખુદ એક ધર્મ છે.

આ સિવાય દીપેન્દ્ર ગોયલે ટ્વિટર પર લખ્યું કે અમે ભારતના વિચારો અને અમારા ગ્રાહકો-પાર્ટનરોની વિવિધતા પર ગર્વ કરીએ છીએ. અમારા આ મૂલ્યોના લીધે જો બિઝનેસને કોઇ રીતે નુકસાન થાય છે તો અમને તેના માટે દુ:ખ થશે નહીં.

ઝોમેટો અને તેના ફાઉન્ડરની તરફથી જે રીતે આ કેસમાં જવાબ આપ્યો છે, તેને સોશિયલ મીડિયા પર લોકો એ બંનેના જોરદાર વખાણ કર્યા છે. સાથો સાથ પંડિત અમિત શુક્લ જેમણે આ કેસ ઉઠાવ્યો હતો અને આ અંગે ટ્વીટ કરી હતી તેને ઘણી ખરી-ખોટી સંભળાવી છે.


મંગળવારના રોજ અમિત શુક્લા એ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ અંગે ફરિયાદ કરી હતી. અમિતે લખ્યું હતું કે મેં હમણાં જ ઝોમેટો પર એક ઑર્ડર રદ્દ કર્યો છે કારણ કે તેમની તરફથી એક નૉન હિન્દુ ડિલિવરી બૉય મોકલાયો હતો. અમિત શુકલની તરફથી કેટલાંય સ્ક્રીનશોટ ટ્વિટર પર રજૂ કરાયા અને આખા કેસને ઉઠાવ્યો.

જો કે આ મુદ્દે તેના પર જ ભારે પડી ગયો. કારણ કે સોશિયલ મીડિયા પર ખૂબ જ ખરાબ રીતે ટ્રોલ થવા લાગ્યો અને સમાજમાં નફરત ફેલાવનાર ગણાવ્યા. કેટલાંય લોકો એ ટ્વિટર પરથી આ એકાઉન્ટને બ્લોક કરવાની પણ અપીલ કરાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *