હિમાલય જેવો અડીખમ પર્વત પણ ઝુકે છે મહંત સ્વામીના સાધુતા રૂપી શિખર પર

Published on: 11:25 am, Thu, 2 May 19

મહંત સ્વામીનો જન્મ 13 માર્ચ 1933ના રોજ થયો હતો. મહંત સવામી BAPSના આધ્યાત્મિક વડા છે. આ સંસ્થાના વિશ્વભરમાં 700થી વધુ મંદિરો છે.

મહંત સ્વામી સંપ્રદાયના છઠ્ઠા આધ્યાત્મિક વડા છે. મહંત સ્વામીનો ઉછેર મધ્યપ્રદેશના જબલપુરમાં થયો છે. બાળપણ તેમનું જબલપુરમાં વીત્યું છે.

1961માં એટલે કે આજથી 55 વર્ષ પહેલા મહંત સ્વામીને યોગીજી મહારાજે દીક્ષા આપી હતી.  તેમની સેવાથી પ્રભાવિત થઈ 2012માં પ્રમુખ સ્વામીએ તેમને પોતાના પદના ઉત્તરાધિકારી નીમ્યા હતા.

મહંત સ્વામીના સંસારી પિતાનું નામ મણીભાઈ નારણભાઈ પટેલ અને માતાનું નામ ડાહીબહેન પટેલ હતું. બન્ને પતિ-પત્ની શાસ્ત્રીજી મહારાજના ચુસ્ત શિષ્યો હતા.

મહંત સ્વામી ખેતીવાડીના વિષયમાં ગ્રેજ્યુએટ છે. તેઓ કોલેજમાં હતા ત્યારે 1951-52ના અરસામાં યોગીજી મહારાજને પહેલીવાર મળ્યા હતા.

મહંત સ્વામી રજાઓમાં યોગીજી મહારાજને મળતા અને તેમની સાથે સમય પસાર કરતા. જે બાદ જ તેમને સાધુજીવન ગાળવાની પ્રેરણા મળી હતી.

24ની ઉંમરે વિનુભાઈ પટેલ ઉર્ફે મહંત સ્વામીને (પાર્શ્વદ) દીક્ષા મળી. શરૂમાં તેમનું નામ વિનુ ભગત રખાયું હતુ.

28ની ઉંમરે પછી તેમને ‘સ્વામી’ તરીકેની દીક્ષાં ગઢડામાં મળી. અને ત્યારે તેમને સાધુ તરીકે કેશવજીવનદાસનું નામ મળ્યું.

1951માં મહંત સ્વામી, પ્રમુખ સ્વામીને મળ્યા. અને તેમની સાથે દેશ પરદેશમાં ધાર્મિક પ્રવાસ ર્ક્યો. મહંત સ્વામીની સેવાભાવનાથી પ્રભાવિત થઈ પ્રમુખ સ્વામીએ બીજા સીનીયર સાધુઓની હાજરીમાં દીક્ષા આપી હતી.

મહંત સ્વામીને અમદાવાદમાં 2010માં 20 જુલાઈએ દીક્ષા અપાઈ હતી. અને સાધુ તરીકે તેમને મહંતસ્વામી નામ અપાયું.

મહંત સ્વામી મૂળ ગુજરાતી નથી, પરંતુ તેમ છતાંય તેઓ ગુજરાતી ભાષા સારી રીતે બોલી શકે છે.

મહંત સ્વામી અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરી ચૂક્યા છે. બાર ધોરણ સુધીના અભ્યાસ બાદ તે પરિવાર સાથે આણંદ સ્થાયી થયા હતા.

મહંત સ્વામીએ આણંદની કૃષિ કોલેજમાંથી જ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે.

મહંત સ્વામીના પુરોગામી 1) ગુણાતિતાનંદ સ્વામી, 2)ભગતજી મહારાજ 3) શાસ્ત્રીજી મહારાજ 4) યોગીજી મહારાજ 5) પ્રમુખ સ્વામી છે.

શાસ્ત્રીજી મહારાજે મહંત સ્વામીના જન્મ પછી તુરંત તેમના મા-બાપના ઘરે મુલાકાત લઈ પ્રથમ તેમનું ફેમીલી નામ કેશવ રાખ્યું હતું.

મહંત સ્વામીને પણ બાળકો ખૂબ જ પ્રિય છે. અને બાળકો પણ સહજ રીતે તેમની સાથે હળી ભળી જાય છે.

 

પંડિત શ્રી શ્રી રવિશંકર સાથે મહંત સ્વામી

મહંત સ્વામી સત્સંગ દરમિયાન ક્યારેક મંજિરા, ઢોલક તો ક્યારે નગારું પણ વગાડી લે છે.

મહંત સ્વામીની પ્રતિભા અત્યંત સૌમ્ય, સાલસ અને સરળ છે.