મોદી ફરી વાર સત્તા પર આવે તે માટે આ કર્મકાંડી બ્રાહ્મણે રાખી અનોખી બાધા, જાણો વધુ…

Published on: 6:15 am, Thu, 23 May 19

23 એપ્રિલે મતદાન યોજાયા બાદ આજે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો અને ચાર વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી પ્રક્રિયા ચાલી રહી છે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ એમ બે રાષ્ટ્રીય પક્ષો વચ્ચે સીધો જંગ છે.

ત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં નરેન્દ્ર મોદીના અનેક ભક્તો છે જે તેમની જીત માટે અલગ-અલગ બાધાઓ અને પૂજા અર્ચના કરતા જોવા મળે છે.

એવા જ એક અમદાવાદના કીર્તિભાઇ નામના એક બ્રાહ્મણની નરેન્દ્ર મોદી પ્રત્યે ખાસી આસ્થા છે. તેમણે નરેન્દ્ર મોદીની જીત માટે ચાલીને જાસલપુર મે લડી માતાના મંદિરે ચાલતા જવાની માનતા રાખી છે.

અમદાવાદના સત્તાધાર વિસ્તારના રહેવાસી કીર્તિભાઇ કર્મકાંડનું કામકાજ કરે છે.

તેમની ઇચ્છા છે કે નરેન્દ્ર મોદી ફરીથી દેશના પીએમ બને જેના માટે તેમણે અમદાવાદ પોતાના નિવાસ સ્થાનથી કડી જાસલપુર ખાતે આવેલા મેલડી માતાના મંદિર સુધી ચાલતા જવાની બાધા રાખી છે.

કીર્તિભાઇ મેલડી માતાના મંદિરે નરેન્દ્ર મોદી ફરી સત્તામાં આવેલ અને દેશ માટે અનેક વિકાસના કાર્યો કરે તેવી પ્રાર્થના કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.