કન્નૌજ: હાલમાં કન્નોજ જિલ્લાના સોરીચમાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મહિલા તેના સાસરિયાઓ દ્વારા મારવામાં આવ્યા બાદ ખરાબ રીતે ઘાયલ થઈ હતી અને તેના પિતાએ તેના ખભા પર ઊંચકી પોલીસ સ્ટેશન લાવ્યા હતા. અહીં પોલીસે આ વાત પર કોઈ ધ્યાન આપ્યું નહીં.
આ દરમિયાન કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવીને તેને વાયરલ કર્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જાણવા મળ્યું છે કે, ઔરૈયા જિલ્લાના બેલા પોલીસ સ્ટેશન વિસ્તારના શાહબાઝપુર ગામમાં રહેતી રાજેન્દ્ર કુમારની પુત્રી રશ્મિના લગ્ન કન્નૌજ જિલ્લાના સૌરીખ પોલીસ સ્ટેશન વિસ્તારના નદીમૌ ચોકી હેઠળના બિલાંદપુર ગામના રહેવાસી રવિ કુમાર સાથે થયા હતા.
રાજેન્દ્રએ જણાવ્યું કે, 1 સપ્ટેમ્બરના રોજ રવિ કુમાર સાળો વિશાલ ઉર્ફે બંટી, સાસુ પ્રભા દેવી અને સસરા રામ નરેશે પુત્રીને બાનમાં લીધી અને તેને ખૂબ માર માર્યો હતો. જ્યારે માહિતી મળતા સાસરિયાના ઘરે માતા-પિતા પહોંચ્યા ત્યારે સાસરિયાઓએ પણ તેમને માર માર્યો હતો. તેઓ ઘાયલ હાલતમાં પુત્રીને તેના મામાના ઘરે લઈ ગયા.
તેને ત્યાં સારવાર આપવામાં આવી હતી. રવિવારે સારું થયા બાદ પત્ની બબલી અને પુત્રી બાઇક દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવ્યા. પોલીસ સ્ટેશન પહોંચતા જ રશ્મિની હાલત અચાનક ફરી બગડી હતી જેથી તેના પિતા દીકરીને તેના ખભા પર ઉચકીને પહોંચ્યા પણ કોઈએ તેની તરફ ધ્યાન આપ્યું નહીં.
આ ઘટનાનો વાયરલ વીડિયો જોઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ આ બાબતની નોંધ લીધી હતી. પીડિતા પાસેથી અરજી લીધા બાદ તરત જ કેસ નોંધવામાં આવ્યો અને આરોપી યુવકની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન આ કેસમાં નાદેમૌ ચોકી ઈન્ચાર્જએ જણાવ્યું હતું કે, આ મામલો 5 દિવસ પહેલાનો છે. જેમાં પોલીસ દ્વારા હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.