કડી(ગુજરાત): આજકાલ રાજ્યમાં પોલીસ દ્વારા સતત વોચ રાખીને બુટલેગરોને દારૂની હેરાફેરી કરતા ઝડપી પાડવામાં આવી રહ્યા છે. બુટલેગરો દારૂને રાજ્યમાં લાવવા માટે અવનવા કીમીયાઓ અપનાવતા હોય છે. અમુક કીમિયા તો એવા હોય છે કે જે જાણીને પોલીસ પણ ચોકી જતી હોય છે.
આ દરમિયાન કડીના બાવલુ પોલીસને રવિવારે બાતમી મળી હતી કે, કડીના મણીપુરાથી મેડાઆદરજ થઈને દારૂ ભરેલી કાર અમદાવાદ તરફ જઇ રહી છે. જેના આધારે બાવલુ પોલીસના કોન્સ્ટેબલ વનવીરસિંહ, વિષ્ણુભાઈ, વૈભવભાઈએ મેડાઆદરજથી મણીપુરા રોડ કોર્ડન કરી બાતમીદાર કાર જીજે 01 કેપી 7807 આવતા તેને રોકવા પ્રયત્ન કર્યો હતો.
પરંતુ, પોલીસને જોઇ ચાલકે કાર ભગાવી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા કારનો પીછો કરી કારને ઝડપી પાડવામાં આવી હતી અને તેમાંથી દારૂના પ્લાસ્ટિકના કેરબા મળી આવ્યા હતા. પોલીસ દ્વારા કાર અને દારૂની કિંમત મળી 2,66,400નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો.
આ કાર રિતિક પ્રેમસિંહ રાઠોડ તથા તુષાર બળવતભાઈ રાઠોડ હોવાનું બહાર આવ્યુ હતું. જાણવા મળ્યું છે કે, આ શખ્સો કડીના વિડજમાં રહેતાં ઠાકોર શૈલેષને ત્યાંથી દારૂ ભરીને કાર અમદાવાદ લઈ જતા હોવાનું કબૂલ્યુ હતુ. બાવલુ પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.