જુઓ સુરતમાં કેવી રીતે કર્ફ્યું વચ્ચે જાહેરમાં જન્મદિવસની કરી ઊજવણી- Live વિડીયો વાયરલ

જાહેરમાં જન્મદિવસની ઉજવણીના ઘણા વિડીઓ વાઈરલ થઇ રહ્યા છે ત્યારે હજુ એક એવો જ વિડીયો સુરતમાંથી સામે આવ્યો છે. ત્યારે પોલીસ કઈ કડક કાર્યવાહી ન…

જાહેરમાં જન્મદિવસની ઉજવણીના ઘણા વિડીઓ વાઈરલ થઇ રહ્યા છે ત્યારે હજુ એક એવો જ વિડીયો સુરતમાંથી સામે આવ્યો છે. ત્યારે પોલીસ કઈ કડક કાર્યવાહી ન કરતા આવા કેસમાં સતત વધારો થઇ રહ્યો છે.સુરતમાં પહેલાં પોલીસ કૉન્સ્ટેબલ મહાવીરસિંહની ઊજવણીના વાયરલ વીડિયોએ ખૂબ વિવાદ સર્જ્યો હતો. આ વિવાદ ઠરવાનું નામ નહોતો લેતો તેવામાં હજુ એક જન્મદિવસની ઊજવણીનો વાઈરલ વિડીયો સામે આવ્યો છે. હાલમાં જ ઉઘનામાંથી જાહેરમાં જન્મદિવસની ઉજવણીનો વિડીયો સામે આવ્યો છે.

કોરોનાની મહામારી વચ્ચે પણ કાયદાઓનો છડેચોક ઉલ્લંઘન કરીને જાહેરમાં જન્મ દિનની ઉજવણીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પહેલા બુટલેગર પછી પોલીસ કર્મચારી, રાજકીય આગેવાન અને હવે એક યુવાને જાહેરમાં જન્મ દિવસની ઉજવણી કરી છે.

સુરતના ઉધના વિસ્તારમાં રાત્રી કર્ફ્યુ દરમિયાન કેટલાક યુવાનો ઉધના બ્રિજ નીચે પોતાના મિત્રો સાથે જન્મદિવસની ઉજવણી કરતા હોય તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જોકે આ મિત્રોની સંખ્યા ઓછી છે પરંતુ કોરોનાની ગાઇડ લાઇનનો ભંગ કરતા જોવા મળ્યા હતા અને તેની સાથે સાથે પોલીસ કમિશનરના જાહેરનામાનો પણ ઉલ્લંઘન કરતા જોવા મળ્યા હતા.

ગઈકાલે સુરતના સૌયદપુરા ખાતે રહેતા યુવાને પોતાના મિત્ર સાથે જાહેરમાં અને તે પણ ખંજર વડે કેક કાપીને જન્મ દિવસની ઉજવણી કરી હતી. આ યુવાન કેક કાપવા સાથે હુક્કાના પણ દમ મારતો જોવા મળે છે. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં દેખાઇ રહ્યું છે કે, જન્મદિનની ઉજવણી કરતા યુવાનો કોરોનાની ગાઈડલાઇન તો ઠીક પણ પોલીસ કમિશનર જાહેર નામનો પણ ભંગ કરતા જોવા મળ્યા હતા.

બે દિવસ પહેલા બારડોલી નગરમાં પણ એક યુવાનનો જાહેરમાં જન્મદિવસ ઉજવતો વીડિયો વાયરલ થયો હતો. યુવાન આશીયાના નગરનો રહીશ તોરીક મેમણે હતો. જેણે પોતાની જન્મદિવસ બારડોલીના અલંકાર નજીક આવેલ લિંકરોડ ખાતે જાહેરમાં ઉજવણી કરી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા તોરીકની ધરપકડ કરી હતી.

આ ઉપરાંત, થોડા દિવસ પહેલા સુરતના પુના પોલીસ મથકમાં ફરજ બજાવતો મહાવીરસિંહ નામના પોલીસકર્મીએ વૈભવી ગાડી પર આતશબાજી વચ્ચે જન્મ દિવસની ઊજાણી કરી પોતાની સત્તા સામે કાયદો લાચાર છે તેવું સાબિત કરી બતાવ્યુ હતું. આમ, સુરતમાં એક અઠવાડિયામાં સતત આ ચોથી ઘટના સામે આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *