આ દેવીનું મંદિર ઉત્તરાખંડમાં આવેલું છે અને આ મંદિરમાં દૂર દૂરથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે આવે છે. આ મંદિર નૈના જિલ્લાના ઉત્તર ના કિનારા ઉપર છે. કહેવામાં આવે છે કે આ મંદિર 15 મી શતાબ્દીમાં બનાવવામાં આવ્યું હતું. ભૂકંપ આવવાના કારણે તે સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયું હતું.
1942 માં મોતીલાલ શાહ દ્વારા પહેલી નૈના દેવીની મૂર્તિ મંદિરમાં સ્થાપિત કરવામાં આવી હતી.1980 માં ભૂંકપ આવવાના કારણે મંદિર સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયું હતું. જેના પછી સ્થાનિક માણસો દ્વારા 1983 માં આ મંદિરને ફરીથી બનાવવામાં આવ્યું હતું.
આ મંદિર થી જોડાયેલી એક આસ્થા ના લીધે આ મંદિરમાં આવવાથી અને માતાજીના દર્શન કરવાથી આંખોને લગતી ઘણી સમસ્યાઓ દૂર થાય છે. એટલા માટે જેને પણ આંખોની સમસ્યા હોય તે આ મંદિરમાં જરૂરથી જાય છે.
શાસ્ત્રો અનુસાર આ એ જગ્યા છે જ્યાં સતીમાં ની આંખો પડી હતી. આખો આ મંદિરમાં પડવાના કારણે તેનું નામ નૈના દેવી પડી ગયું. આ મંદિરમાં માતાજીના આંખો ની પૂજા કરવામાં આવે છે. દરેક વર્ષે આ મંદિરમાં નંદા અષ્ટમીના દિવસે મેળાનું આયોજન થાય છે અને આ મેળો આઠ દિવસ સુધી ચાલી છે.આ મેળા શિવાય નવરાત્રીના દિવસોમાં પણ આ મંદિરમાં અનેક પ્રકારના કાર્યક્રમો કરવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.