સોખડાના સ્વામિનારાયણના સાધુઓએ ધર્મ લજવ્યો- યુવાનને ઢીબી નાખ્યો

Published on: 10:14 am, Fri, 7 January 22

ગુજરાત(Gujarat): વડોદરા(Vadodara)નું સોખડા સ્વામીનારાયણ મંદિર(Sokhada Swaminarayan Temple) ફરી એક વખત વિવાદના કોકડામાં ઘેરાયું છે. મળતી માહિતી અનુસાર, વડોદરાના સોખડા સ્વામિનારાયણ મંદિરમાં યુવકને માર મારવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. મંદિરમાં એકાઉન્ટ વિભાગમાં કામ કરી રહેલ અનુજ ચૌહાણ નામના યુવકને મંદિરના ચાર સંતો દ્વારા ફટકારવામાં આવ્યો હતો. મંદિરના સંતો માર મારતા હોય તેનો વિડિયો સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ(Viral video) થયો છે. મળતી માહિતી અનુસાર, અનુજ ચૌહાણ નામનો આ યુવક છેલ્લા 6 વર્ષથી મંદિરના એકાઉન્ટ વિભાગમાં સેવા આપી રહ્યો હતો. આજે તેને ચાર સ્વામીએ ભેગા થઈને માર મારતા મંદિર પરિસરમાં ચકચાર મચી ગઈ છે. સમગ્ર ઘટનાની જાણકારી મળતા જ અનુજના પિતા મંદિરે દોડી આવ્યા અને પોતાના પુત્રને ઘરે લઈ ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

મળતી માહિતી અનુસાર, અનુજ ચૌહાણ છેલ્લા 6 વર્ષથી યુવક મંદિરમાં સેવા આપી રહ્યો છે. યુવકના પિતા મંદિરમાંથી યુવકને ઘરે લઈ જવા માટે સોખડા મંદિર પહોંચી આવ્યા હતાં. બે સંતો વચ્ચેના વિવાદને કારણે યુવકને માર માર્યો હોવાની ચર્ચા થઈ રહી છે. આ સમગ્ર ઘટનાને પગલે મંદિરના અન્ય યુવાન સેવકોમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે.

હરિભક્તોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ ગઈકાલે કેટલીક મહિલા સત્સંગીઓ હરિધામ મંદિરમાં આવી હતી અને આ મહિલા સત્સંગીઓ સાથે આ બે સંતો વાતચીત કરી રહ્યા હતા. સંપ્રદાયમાં મહિલાઓ સાથે સંપર્ક કરવો વર્જ્ય છે એટલે આ અયોગ્ય ઘટનાને કારણે અનુજ ચૌહાણ નામનો એક હરિભક્ત યુવક પોતાના મોબાઇલ દ્વારા રેકોર્ડિંગ કરી રહ્યો હતો.

અનુજ ચૌહાણને તેના મોબાઈલમાં રેકોર્ડિંગ કરતા જોઇને હરિસ્મરણ સ્વામી, ભક્તિ વલ્લભ સ્વામી,પ્રભુ પ્રિય સ્વામી અને સ્વામીસ્વરૃપ સ્વામી નામના 4 જેટલા સંતો દ્વારા અનુજને પકડીને વીડિયો ડીલિટ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતુ પરંતુ અનુજે વીડિયો ડીલિટ કરવા માટે ના પાડવામાં આવતા આ ચાર સંતો ઉશ્કેરાયા હતા અને અનુજને માર મારતા મંદિરની અંદર ખેંચી લઇ ગયા હતા. આ સમગ્ર ઘટના દરમિયાન એક સિક્યોરિટી ગાર્ડ પણ આવી ગયો હતો અને તેણે પણ અનુજને માર માર્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના દરમિયાન કોઇએ સોખડા પોલીસને જાણ કરતા પોલીસ પણ મંદિર પરિસરમાં દોડી આવી હતી અને અનુજને સંતોના હાથમાંથી માંડ માંડ છોડાવ્યો હતો. જે બાદ અનુજ દ્વારા વડોદરા ખાતે રહેતા પરિવારજનોને જાણ કરવામાં આવતા તેઓ દોડી આવ્યા હતા અને અનુજને લઇ ગયા હતા.

મળતી માહિતી અનુસાર, આજે મંદિરમાં મહિલાઓનો સમૂહ દર્શન માટે આવ્યો હતો. જેનો વીડિયો ઉતારતા અનુજને માર મારવામાં આવ્યો હતો તેવો આરોપ લગાવવામાં આવ્યો છે. જો કે, અનુજનું કહેવું છે કે તેણે કોઈપણ પ્રકારનો વીડિયો ઉતાર્યો જ નથી. તેના મોબાઈલમાં એવું કોઈ પણ વિડીયો કલીપ મળી આવી નથી. તેમ છતાં તેનો મોબાઈલ છીનવી લઈને સંતો દ્વારા માર મારવામાં આવ્યો હતો. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ મંદિરે પહોંચી ગઈ હતી અને અનુજનું નિવેદન લીધું હતું.

યુવકના પિતા વિરેન્દ્રસિંહ ચૌહાણ સોખડા સ્વામિનારાયણ મંદિરથી પુત્રને ઘરે લઈ ગયા હતા. ત્યારબાદ હોસ્પિટલમાં ચેકઅપ કરાવી ઘરે પાછા ફર્યા હતા. તેમના પિતાએ જણાવતા કહ્યું છે કે મારો એકનો એક પુત્ર છે, તેને માર મારતા તે ખુબ જ ડરી અને ગભરાઈ ગયો છે. હાલમાં મંદિર તરફથી કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં આવી રહી નથી. હાલમાં યુવકના પિતા આ ઘટના અંગે કાનૂની કાર્યવાહી કરવાની ના પાડી રહ્યા છે. ત્યાગવલ્લભ સ્વામિએ આ ઘટનાને લઈને કહ્યું કે, યુવક આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરવાની ના પાડી રહ્યો છે. યુવાન છેલ્લા કેટલાય વર્ષથી સંસ્થા સાથે જોડાયેલો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

SHARE
Koo bird - Trishul News Gujarati gujarat, social media, Sokhada Swaminarayan Temple, vadodara, viral video