‘હવે બુટલેગર બનવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી’ કહી યુવકે સોસીયલ મીડિયામાં વાયરલ કર્યો વિડીયો

છોટા ઉદેપુર(ગુજરાત): તમામ શિક્ષિત યુવાનોને સંબોધીને એક વીડિયો છોટા ઉદેપુર જિલ્લાના તેજગઢના એક યુવાને રેકોર્ડ કર્યો હતો. તેમાં તેણે રોજગારી માટે બુટલેગર બનવા માટે ‘સુવર્ણ તક’ વિશે જણાવ્યું છે. સરકાર માટે યુવા બેરોજગારોની હાલમા સ્ફોટક સમસ્યા એ છે.

ઔધોગિક એકમો આવવાની દુર સુધી શક્યતાઓ છોટાઉદેપુર જિલ્લામાં જોવા મળતી નથી. ચિરાગ પટેલ 8 મિનિટ લાંબી વિડીયોમાં જણાવ્યું હતું કે, જિલ્લામાં અંડરગ્રેજ્યુએટ અને આઈટીઆઈ અભ્યાસક્રમો માટે કોલેજો હતી. પરંતુ તેમ છતાં રોજગારીની તકો મળતી નથી. તેથી હવે એકમાત્ર તક બુટલેગર બનવાની બાકી હતી.

આખા જિલ્લામાં ચાર કોલેજો અને ચાર આઈટીઆઈ છે, પરંતુ આ બાદ પણ પ્લેસમેન્ટની કોઈ ગેરંટી નથી. જો કોઈ વ્યક્તિ જે આઈટીઆઈનું ભણ્યો હોય તેને વડોદરા અથવા હાલોલ જેવા મોટા શહેરમાં જવું પડે છે. એટલું જ નહીં, તેને ત્યાં પણ પગાર ઓછો મળે છે. ત્યાં રહેવાની કિંમત પણ વધારે હોય છે. તેથી વ્યક્તિએ છોટાઉદેપુર પરત ફરવું પડે છે અને નાનું કામ કરીને સંતોષકારક જીવન જીવવું પડશે. ચિરાગ પટેલે વલ્લભ વિદ્યાનગરથી એન્જિનિયરિંગ પૂરું કર્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકાર જિલ્લામાં એન્જિનિયરિંગ કોલેજો શરૂ કરવાની વાતો કરે છે. પરંતુ જ્યારે જિલ્લામાં લોકોને નોકરી ન મળી શકે ત્યારે તેનો શું ફાયદો? તેના બદલે, સરકારે જિલ્લામાં ઉદ્યોગોને આકર્ષવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડે. મળતી માહિતી મુજબ, છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકાઓમા 4732 પુરૂષ તથા 1800 સ્ત્રીઓ સાથે 6532 બેરોજગાર યુવાનોની નોંધણી થાય છે. બેરોજગારોની ભરતી માટે જાન્યુ-21થી ઓગષ્ટ 21 સુધી 59 ભરતીમેળા કરીને 4124 ઉમેદવારોમાંથી 1119 ઉમેદવારોની પસંદગી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *