રાજસ્થાન: તાજેતરમાં આત્મહત્યાની એક ચોકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ચા બનાવવાના નામે શરૂ થયેલો વિવાદ એટલો વધી ગયો કે મહિલાએ ઝેર પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો. બાદમાં તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. મહિલા 5 મહિનાની ગર્ભવતી છે અને તેની સ્થિતિને જોતા સોનોગ્રાફી અને અન્ય ટેસ્ટ કરવામાં આવ્યા છે. મહિલાએ એક વર્ષ પહેલા લગ્ન કર્યા વગર યુવક સાથે રહેવાનું શરૂ કર્યું હતું.
પોલીસ ચોકી અનુસાર, ભાપોર નિવાસી રેખા પત્ની પંકજ આદિવાસીને સરકારી મહાત્મા ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અહીં તેને મહિલા વોર્ડમાં દાખલ કરવામાં આવી છે. તેની હાલત એકદમ નાજુક છે. મહિલાના પરિવારના સભ્યોએ જણાવ્યું કે, તેણે સોયાબીનમાં નાખવામાં આવતી દવા પી લીધી હતી. ડોક્ટરે કહ્યું કે, મહિલા ગર્ભવતી હોવાને કારણે જોખમ વધી ગયું છે.
મહિલાના પતિ પંકજે જણાવ્યું કે, મંગળવારે સવારે તેના ઘરે કેટલાક મહેમાનો આવ્યા હતા. તેણે રેખાને મહેમાનો માટે ચા બનાવવા કહ્યું હતું. પરંતુ તેણે ચા બનાવી ના પડી હતી. થોડી વાર બાદ મહેમાનો ચાલ્યા ગયા. તેઓ ગયા પછી, તેણે સમજાવ્યું કે, ચા બનાવનું કહ્યા બાદ પણ તેણે ચા કેમ ન બનાવી. તેનાથી ગુસ્સે થઈને તે અંદર ગઈ અને ઝેર પી લીધું.
જ્યારે પંકજને પૂછ્યું કે, છોકરીના પરિવારમાંથી કોઈ આવ્યું નથી. તો તેણે કહ્યું કે, રેખાનું પિયર પણ ભાપોરમાં જ છે. પરંતુ, એક વર્ષ પહેલા છોકરીએ તેના પતિને છોડીને તેની સાથે રહેવા આવી હતી. લગ્ન કર્યા વગર જ તે તેને ઘરે લાવ્યો હતો. ત્યારથી તે બંને સાથે રહે છે. પરંતુ, રેખા તેના પહેલા પતિને છોડીને આવી હોવાથી તેના પરિવારે રેખા સાથે કોઈ સંબંધ રાખ્યો નથી. અત્યાર સુધી કોતવાલી પોલીસ સ્ટેશનનો કોઈ અધિકારી આ મામલે તપાસ કરવા આવ્યો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.