સમગ્ર વિશ્વમાં અનેકવિધ લોકોની વિચિત્ર આદતો અંગે આપણે સૌ કોઈ ઘણીવખત સાંભળતા અથવા તો વાંચતા હોઈએ છીએ. જો કે, અત્યાર સુધીમાં કોઈ એવી વ્યક્તિ વિશે નહીં સાંભળ્યું હોય કે, તે ગંદા મોજા ખરીદવાનો શોખ ધરાવતો હોય. યૂનાઇટેડ કિંગડમમાં રહેતા આ શખ્સને ખાસ કરીને યુવતીઓના ગંદા તેમજ ગંધ મારતા મોજા ખરીદવાનો અજીબ શોખ રહેલો છે.
તેણે પોતાના આ શોખ પાછળનું અજબ કારણ પણ જણાવ્યું છે. આ વિચિત્ર શોખ ધરાવતા શખ્સનું જણાવવું છે કે, તેને યુવતીના ગંદા મોજા ખૂબ આકર્ષિત કરે છે. પોતાની ઓળખ મિસ્ટર D ના નામથી આપનાર આ શખ્સ બિઝનેસમેન છે તેમજ તેનું જણાવવું છે કે, યુવતીના આ ગંદા મોજા સૂંઘવાથી તેને ખૂબ સારું લાગતું હોય છે. આ જ કારણ છે કે, દર મહિને પોતાની આ અજબ પ્રકારની આદત પર હજારો રૂપિયા ખર્ચી નાખે છે.
યુવતીઓના ગંદા મોજાની ગંધ છે પસંદ:
આ શખ્સે સ્વીકાર્યું છે કે, તે ગંદા મોજા સૂંઘવાની પોતાની આદત પર દર મહિને 200 યૂરો એટલે કે, અંદાજે 20,000 રૂપિયાનો ખર્ચ કરે છે જયારે યુવતીઓના ગંદા પગ તેમજ મોજા ખુબ પસંદ છે. આ બિઝનેસમેન આ ઘૃણાસ્પદ આદત માટે દર મહિને પૈસા અલગ રાખે છે.
તેનું જણાવવું છે કે, આ દુર્ગંધ તેને રોમેન્ટિક બનાવે છે તેમજ એક ગંદા મોજાની ખરીદી કરવા માટે તે 30-40 યૂરો એટલે કે, અંદાજે 300-400 રૂપિયાનો ખર્ચ કરે છે કે, જ્યાંથી આ બિઝનેસમેન ગંદા મોજાં ખરીદે છે ત્યાં તેને નાની-મોટી સેલિબ્રિટીઓના પણ Dirty Shocks પણ મળી જાય છે.
આ શખ્સને પસંદ છે ગંદા મોજાની ગંધ:
મિસ્ટર D નામથી પોતાને સંબોધતા આ શખ્સે કહ્યું છે કે, તેને 21થી 38 વયની મહિલાઓના ગંદા મોજાં વધારે પસંદ છે. તે આ મોજાને ઘણીવાર સૂંઘે છે. આ શખ્સનું માનવું છે કે, તેની માનસિક સ્થિતિ સંપૂર્ણપણે ઠીક છે તેમજ તે ગંદા મોજાંની ખરીદી કરવા માટે યુવતીઓને ઓનલાઇન શોધે છે તેમજ તેમનો સંપર્ક કરે છે. મોજાંની સિવાય તે અન્ય કેટલીક ઇન્ટિમેટ આઇટમ્સ પણ ખરીદે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.