આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. રાજકોટ શહેરમાં ભાગોળે કોઠારીયા સોલવન્ટમાં રહેતી પરિણીતાએ પતિના આડાસંબંધથી કંટાળીને છેવટે ઝેરી દવા પી આપઘાત કરી લેતા હોબાળો મચી જવા પામ્યો છે.
આની સાથે જ પરિણીતાના આપઘાતથી એકસાથે 2 માસુમ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી દેતા ગમગીની છવાઈ જવા પામી છે. આ અંગે આજીડેમ પોલીસ દ્વારા ગુનો નોંધવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. આવો જાણીએ આ ઘટના વિશે વિગતવાર…
પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી:
મળી રહેલ જાણકારી પ્રમાણે કોઠારિયા રેલવે સ્ટેશનની સામે રહેતા રીનાબેન વિજય ખીમજી પરમાર એ આજે વહેલી સવારમાં પતિના અનૈતિક સંબંધથી રોષે ભરાઈને પોતાના ઘરે ઝેરી દવા પી ને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઝેરી દવા પીધા અંગે નાના ભાઈ પંકજ તેમજ પતિ ખીમજીને ફોન કરી જાણ કરવામાં આવી હતી.
ઘટના અંગેની જાણ થતાં ભાઈએ ઘરે પહોંચી જઈને બેશુદ્ધ હાલતમાં પરણિતાને સારવાર માટે પ્રથમ મવડીમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે મહિલાની સ્થિતિ ગંભીર જણાઈ આવતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવા જણાવ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં પરણિતા પહોંચે તે પૂર્વ જ મોત થતાં પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.
પતિને અન્ય સ્ત્રી સાથે સબંધ હોવાથી ઝઘડા થતા હતા:
આજીડેમ પોલીસ મથકના PI વી.જે ચાવડા, રાઈટર સહિતના સ્ટાફે સિવિલ પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો. કોળી પરણિતાના આપઘાત અંગેનું કારણ જાણવા માટેની તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતક રીનાબેનના નાના ભાઈ પંકજ ડાભીનાં જણાવ્યા પ્રમાણે એક વર્ષ અગાઉ બહેન રીસામણે આવી હતી.
સાતમ આઠમ નિમિત્તે માવતરે જવા બાબતે પણ ઝઘડો થયો હતો. ખીમજીને બીજી મહિલા સાથે પણ સબંધ હોવાને લીધે ઘણીવાર ઝગડા ચાલતા રહેતા હતા. આજે સવારમાં બહેન ઝેરી દવા પીધા પછી પણ સાસરિયાં પક્ષના લોકો સમયસર સારવાર માટે પણ લઈ ન ગયા હોવાનું કહેતા આજીડેમ પોલીસ દ્વારા તપાસનો ધમધાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.
પાંચ વર્ષ અગાઉ વિજય પરમારની સાથે લગ્ન થયા હતા:
મૃતક પરણીતાને સંતાનમાં એક દિકરો છે તેમજ એક દિકરી છે. પરણીતાના 5 વર્ષ અગાઉ વિજય પરમારની સાથે લગ્ન થયા હતા. પતિ ડ્રાઇવીંગ કામ કરીને ઘરનું ગુજરાન ચલાવી રહ્યો હતો. એક વર્ષ અગાઉ પણ દંપતી વચ્ચે ઝઘડો થતા પરણિતા માવતર ચાલી આવી હતી તેમજ 15 દિવસનું ટુકુ રોકાણ કર્યુ હતું. માતા-પિતાની સમજાવટ પછી પાછી દીકરી સાસરીએ ચાલી ગઇ હતી. જયારે પતિ તથા સાસરીયાના ત્રાસથી કંટાળીને છેવટે આત્મધાતી પગલુ ભરી લીધુ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.