ગુજરાતમાં લવ જેહાદથી હિંદુ યુવતીઓને ફસાવવાના ખેલ કરનાર થશે જેલભેગા- વિધાનસભામાં આજે પસાર થશે

આજરોજ એટલે કે, 1 એપ્રિલણા દિવસે લવ જેહાદ કાયદો વિધાનસભા ગૃહમાં પસાર થશે. આ કાયદા હેઠળ આરોપી વિરુદ્ધ 5 વર્ષની કેદ તથા 2 લાખથી પણ…

આજરોજ એટલે કે, 1 એપ્રિલણા દિવસે લવ જેહાદ કાયદો વિધાનસભા ગૃહમાં પસાર થશે. આ કાયદા હેઠળ આરોપી વિરુદ્ધ 5 વર્ષની કેદ તથા 2 લાખથી પણ વધારે રકમના દંડની જોગવાઇ કરવામાં આવી છે. જ્યારે સગીર, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિની મહિલા સાથે બનેલ ગુનામાં 7 વર્ષની કેદ તેમજ 3 લાખથી વધારેના દંડની જોગવાઇ કરવામાં આવી છે. લવ જેહાદ લગ્નમાં 5 વર્ષની સજા તેમજ 2 લાખનો દંડ થશે.

યુવતીઓને લગ્ન કરવા લાલચ અપાતાં રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે:
રાજ્ય મંત્રીમંડળની મીટીંગમાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2021માં સુધારો કરતા બિલને પરવાનગી આપવામાં આવી છે કે, જે વિધાનસભાના અંતિમ દિવસે ગૃહમાં રજૂ કરવામાં આવશે. ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2003થી પ્રલોભન, બળજબરીપૂર્વક તેમજ ગેરરજૂઆત અથવા તો કોઈ બીજા કપટયુક્ત સાધનો દ્વારા કરવામાં આવેલ ધર્મ પરિવર્તનની તજવીજ કરવા ધાર્યું છે.

એમ છતાં ખુબ સારી જીવનશૈલી દેવીકૃપાનો વાયદો કરીને ખોટા નામ ધારણ કરીને ધર્મ પરિવર્તનની ઘટના બની રહી છે. હાલમાં ધર્મ પરિવર્તનના હેતુ માટે મહિલાઓને લગ્ન કરવાં માટે લલચાવવાની ઘટનામાં વધારો થતાં રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. જેથી રાજ્ય સરકારે આ જોગવાઈઓ દાખલ કરી છે.

કાયદા પ્રમાણે મદદગારી કરનારની વિરુદ્ધ કાર્યવાહી થશે:
લવ-જેહાદની ઘટનામાં અમુક વ્યક્તિઓ ગુનો કરવામાં મદદગારી કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કેટલીક ઘટનામાં બિનજામીનપાત્ર ગુનો પણ બનશે. આની માટે તપાસ નાયબ પોલીસ અધિક્ષકથી ઊતરતા દરજ્જાના હોય તેવા અધિકારી કરી શકશે નહીં એવી જોગવાઈ પણ કરવામાં આવી છે.

બીજી બાજુ સંસ્થા તથા સંગઠનના સંચાલકોને 3-10 વર્ષની સજા અને 5 લાખના દંડની જોગવાઇ કરવામાં આવી છે. સરકારે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ-2003ના ગુજરાતના 22મા અધિનિયમની કલમમાં સુધારો કરવામાં આવ્યો છે કે, જે પ્રમાણે હવે રાજ્યમાં બળજબરીથી ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ મુકવામાં આવશે. કોઇપણ મહિલાની સાથે બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવવામાં આવશે તો તે ગુનો ગણાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *