ભાવનગર(ગુજરાત): આજકાલ વધી રહેલા અકસ્માતના બનાવો દરમિયાન ફરીવાર એક વિચિત્ર અકસ્માત સામે આવ્યો છે. જેમાં ભાવનગર તળાજા હાઈ-વે પર ત્રાપજ નજીક આજે વહેલી સવારે એક ઈકો કારના ચાલકે સ્ટેયર પરનો કાબુ ગુમાવી દેતા કાર પલ્ટી ખાઈ ગઇ હતી. આ દરમિયાન આ અકસ્માતને જોવા અનેક વાહનો ઉભા હતા. જેમાં એક બોલેરો કાર પાછળ એક બાઈક ચાલક ઘુસી જતા બાઈક સવારનું પણ ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આમ, વિચિત્ર અકસ્માતથી અરેરાટી ફેલાઈ જવા પામી હતી. જેમાં બેના મોત થયા છે.
મળતી માહિતી મુજબ, તળાજા હાઈવે પર ત્રાપજ નજીક રીલાયન્સ પેટ્રોલપંપ પાસે વહેલી સવારે એક ઈકો કાર પલટી ખાઈ ગઈ હતી. જેમાં દેવલીના વતની હાલ ભાવનગર રહેતા રમેશભાઈ દાનાભાઈ બારૈયાનું મોત નિપજ્યુ હતું. આ કારમાં બેસેલા 6 વ્યક્તિઓને ઈજા થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતનો બનાવ બનતા જ હાઈ-વે પર ટ્રાફીક જામ થવા પામ્યો હતો અને લોકો પોતાના વાહનો સાઈડ પર મુકી અકસ્માત જોવા પહોચી ગયા હતા. જેમાં એક બોલેરો કાર પણ અકસ્માતના કારણે રોડ પર ઉભી હતી. જેની પાછળ એક બાઈક ચાલક ઘુસી ગયો હતો. આ દરમિયાન, બાઇક સવારને ગંભીર ઈજા થતા ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું.
આ યુવાન ડેડાણનો ઘનશ્યામભાઈ કિશોરભાઈ મકવાણા હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને જરૂરી કાગળો તૈયાર કરી બંન્ને મૃતકોની લાશને તળાજા હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.