લગ્નના એક વર્ષ બાદ પતિનું અકસ્માતમાં મોત થતા, સાસરીવાળાએ પુત્રવધુ સાથે કર્યું એવું કે… 

ઉત્તરાખંડ: હાલમાં ઉત્તરાખંડમાંથી એક પ્રેરણારૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં દહેરાદૂનના બાલાવાલા વિસ્તારમાં, એક વ્યક્તિએ તેની વિધવા પુત્રવધૂને ફરીથી પરણાવી અને તેને કન્યાદાન આપીને તેને…

ઉત્તરાખંડ: હાલમાં ઉત્તરાખંડમાંથી એક પ્રેરણારૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં દહેરાદૂનના બાલાવાલા વિસ્તારમાં, એક વ્યક્તિએ તેની વિધવા પુત્રવધૂને ફરીથી પરણાવી અને તેને કન્યાદાન આપીને તેને પોતાની પુત્રી તરીકે વિદાય આપી હતી. જાણવા મળ્યું છે કે, બાલાવાલામાં રહેતા વિજયચંદના પુત્ર સંદીપના લગ્ન વર્ષ 2014માં કવિતા સાથે થયા હતા.

આ બંનેએ ખૂબ ધામધૂમથી લગ્ન કર્યાં. બંને પરિવાર ખૂબ ખુશ હતા. બધું બરાબર ચાલી રહ્યું હતું પણ લગ્નના એક વર્ષ પછી અચાનક 2015માં સંદીપનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. લગ્નના એક વર્ષ બાદ કવિતાએ તેના પિયરે જવાનું મન બનાવ્યું, પરંતુ તેણે તેના સાસુ-સસરાનો ચહેરો જોઇને અટકી ગઈ.

તેને લાગ્યું કે તેના ગયા પછી, બંને એકલા પડી જશે, ત્યારબાદ તે તેના પિયર ન ગઈ અને સાસુ-સસરા સાથે રહેવા લાગી. જોકે, તે તેના સાસુ-સસરાને ખુશ રાખવા માટે તેમની સામે ક્યારેય દુ:ખી થતી નહોતી, પરંતુ અંદરથી તે તૂટી રહી હતી. કવિતાના સાસરિયાઓએ પુત્રના મૃત્યુ પછી કવિતાને તેમની પુત્રીની જેમ જ રાખી હતી અને થોડા સમય બાદ બીજા લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

જોકે, સમાજના લોકોએ તેને પુત્રવધૂને તેના માદરે વતન પરત મોકલવા માટે ઘણી વખત કહ્યું હતું. પરંતુ, કવિતાના સાસુ-સસરાએ કોઈનું સાંભળ્યું નહીં અને કવિતાને દીકરીની જેમ પોતાના ઘરમાં જ રાખી હતી. મળતી માહિતી મુજબ, કવિતા માટે છોકરો શોધવો અને પછી કવિતાના લગ્ન ઋષિકેશના તેજપાલ સિંહ સાથે નક્કી કર્યા હતા. દીકરીની જેમ વિજયચંદે કવિતાનું દાન કર્યું હતું અને તેને વિદાય આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *