પાટણ નજીક પૂરપાટ સ્પીડે જતી કારે રાહદારીને ઉડાવ્યો- જુઓ અક્સ્માતનો LIVE વિડીયો

આજકાલ અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. આ દરમિયાન પાટણમાં એક અકસ્માતની ઘટના બની હતી. જ્યાં જમીને મિત્ર સાથે આંટો મારવા નીકળેલા વ્યક્તિને કાર ચાલકે…

આજકાલ અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. આ દરમિયાન પાટણમાં એક અકસ્માતની ઘટના બની હતી. જ્યાં જમીને મિત્ર સાથે આંટો મારવા નીકળેલા વ્યક્તિને કાર ચાલકે અડફેટે લીધા હતા. જોકે, આ ઘટનામાં સદનસીબે તેઓ બચી ગયા હતા. પરંતુ, પગે ઇજાઓ પહોંચ્યી હતી. આ સમગ્ર ઘટના નજીક લગાવેલા સીસીટીવીમાં કેદ થઈ હતી.

જાણવા મળ્યું છે કે, ઈજાગ્રસ્ત રાહદારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા સીસીટીવીના આધારે કાર ચાલકને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, પાટણ અનાવાડા રોડ ઉપર આવેલી અન્નપૂર્ણા સોસાયટીમાં રહેતા રાયચંદ મોહનભાઈ પટેલ અને તેમનો મિત્ર દિલીપસિંહ ધીરુભાઝાલા રાત્રિના સમયે ચાલવા નીકળતા હતા.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આ સમયે એક અજાણ્યો કારચાલક પાટણ તરફથી બેફામ કાર ચલાવી અનાવાડા તરફ જતો હતો અને તેણે દિલીપસિંહને કારની ટક્કર મારી હતી. આ દરમિયાન રાયચંદ પટેલ બચી ગયા હતા. જેથી દિલીપસિંહ ઝાલા હવામાં ફંગોળાઈને રોડ ઉપર પટકાતાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે, રાયચંદ પટેલ અને દિલીપસિંહ ઝાલા ચાલતા જઈ રહ્યા છે ત્યારે પાછળથી આવેલી કારે દિલીપસિંહને ટક્કર મારી હતી. અને તેઓ ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. જોકે, તેઓ થોડીવારમાં બેઠા પણ થઇ ગયા હતા.

પોતાના મિત્ર એવા રાયચંદ પટેલ દ્વારા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઉપરાંત મામલે રાયચંદ પટેલ દ્વારા અજાણ્યા કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, દિલીપસિંહ ઝાલા સ્થાનિક પત્રકાર છે. તેઓ સ્થાનિક અખબરામાં પત્રકારની ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે. ફરિયાદના આધારે પોલીસ દ્વારા સીસીટીવી તપાસીને અજાણ્યા કાર ચાલકને પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *