સમગ્ર વિશ્વમાં કોરોના જેવી ભયંકર બીમારી ફેલાવનાર ચીનને દુનિયાના મોટાભાગના દેશોએ પોતાના દુશ્મન ગણાવ્યા છે ત્યારે હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. આપને જણાવી દઈએ કે, મચ્છરોને કારણે કેટકેટલીય ભયંકર જીવલેણ બિમારીઓ થતી હોય છે કે, જેથી કરોડો લોકોના જીવ જતા હોય છે.
ચોમાસાની સિઝનમાં મચ્છરોને કારણે ડેંગ્યૂની બિમારી કેટલાય લોકોના જીવ લઇ રહી છે પણ શું તમે જાણો છો કે, ચીનમાં એક ફેક્ટરી છે કે, જે દર સપ્તાહે 2 કરોડ ‘સારા મચ્છરો’ પેદા કરી રહી છે. ત્યારપછી આ મચ્છરોને જંગલો તેમજ અન્ય જગ્યાએ છોડી દેવામાં આવશે. આ મચ્છરોનું કામ અન્ય મચ્છરો સામે લડીને બિમારીઓ અટકાવવાનું છે.
શું તમે જાણો છો કે, સારા મચ્છર કયા હોય છે? જો કે, કેટલાક ખાસ મચ્છરને સારા મચ્છર એ માટે કહેવામાં આવે છે. કારણ કે, આ બિમારી ફેલાવતા મચ્છરોની ગ્રોથને પોતાની રીતે અટકાવી દે છે. આ કામ ચીને એક રિસર્ચ પછી શરૂ કર્યું છે. આ મચ્છર એક ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવે છે.
ચીનના દક્ષિણી વિસ્તાર ગુઆંગઝોઉમાં એક ફેક્ટરી આવેલી છે કે, જે આ સારા મચ્છરોને બનાવી રહી છે. આ ફેક્ટરીમાં દર સપ્તાહમાં 2 કરોડ મચ્છરનું ઉપ્તાદન થાય છે. આ મચ્છર જો બેક્ટેરિયા સંક્રમિત હોય છે કે, તેનો પણ એક ફાયદો રહેલો છે. ચીનને સુન યેત સેત યૂનિવર્સિટી તથા મિશિગન યૂનિવર્સિટીના એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, જો બેક્ટેરિયાના સંક્રમિત મચ્છર તૈયાર કરાય તો બિમારી ફેલાવવા માટે મોટાપાયે મચ્છર પેદા કરતા માદા મચ્છરોને વાંઝીયા બનાવી શકે છે.
આ મચ્છરોને વોલબેચિયા મોસ્કિટો તરીકે ઓળખવામાં આવે છે. આની પહેલાં આ મચ્છરોને ગુઆંગઝોઉની ફેક્ટરીમાં બ્રીડ કરાય છે. ત્યારબાદ જંગલો તથા મચ્છરોની ખુબ મોટી સંખ્યાવાળી જગ્યા પર છોડી દેવામાં આવે છે. ફેક્ટરીમાં પેદા થતા મચ્છર માદા મચ્છરો સાથે મળીને તેમની પ્રજનન ક્ષમતા ખતમ કરી દે છે.
દરેક વર્કશોપ ફક્ત એક સપ્તાહમાં 50 લાખ મચ્છરોનું ઉત્પાદન કરે છે. ચીન આજથી નહી પણ વર્ષ 2015થી કરી રહ્યું છે. આની પહેલાં તો આ મચ્છર માત્ર ગુઆંગઝોઉ માટે તૈયાર કરાતા હતા. કારણ કે, અહીં ડેન્ગ્યૂ વધારે ફેલાય છે. અહીં મચ્છરોને કંટ્રોલ કરાય છે. જો કે, બિમારીને પણ કાબૂમાં થઇ ચૂકી છે.
આ ફેક્ટરીમાં પેદા કરેલ મચ્છર નર હોય છે. લેબમાં આ મચ્છરોના જીનમાં ફેરફાર કરી દેવાય છે. ચીનનો આ પ્રોજેક્ટ એટલો સફળ રહ્યો છે કે, બ્રાજીલમાં ચીન એવી જ એક ફેક્ટરી ખોલવા જઇ રહ્યું છે કે, ચીનની આ અનોખી રીત પોતાની સૌપ્રથમ ટ્રાયલમાં જોરદાર સફળતા મળી હતી. જેના વિસ્તારમાં આ મચ્છરોને છોડી દેવામાં આવ્યા ત્યાં થોડા સમયમાં 96% મચ્છર ઓછા થઇ ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.