સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે ખેડૂતો રડ્યા- કપાસ, મગફળી અને એરંડાના પાકમા ભારે નુકશાન

સુરેન્દ્રનગર(ગુજરાત): ગુજરાતમાં હાલ મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના કલ્યાણપુર ગામમાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો. જેને કારણે ખેડૂતોના પાકને ખુબ નુકસાન થયું છે. તેમજ ચોટીલામાં અચાનક વરસાદ શરુ થયો હતો. ચોટીલા સહિત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં એક અઠવાડિયામા 3 વાર વરસાદ પડી રહ્યો છે.

અત્યાર સુધીમાં ચોટીલાના અનેક વિસ્તારમાં મોસમનો કુલ 350 મિ.મી વરસાદ વરસી ગયો છે. ગુજરાત રાજ્યમાં વરસાદનું આગમન થતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. એટલું જ નહીં, વરસાદના કારણે ચોટીલા પંથકના તમામ ખેડૂતોમાં આનંદનો માહોલ છવાય ગયો હતો. આ વરસાદના કારણે ચોમાસુ પાકને જીવનદાન મળી રહ્યું છે.

મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના કલ્યાણપુર ગામમાં ધોધમાર વરસાદના કારણે કપાસ, મગફળી અને એરંડાના પાકને ખુબ મોટા પ્રમાણમાં નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોના મોંઢામાં આવેલો કોળીયો છીનવાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે.

આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લામાં ગણેશચતુર્થીથી આરંભાયેલી મેઘરાજાની હેલી ચાર દિવસથી સતત ચાલી રહી છે. જેને કારણે જિલ્લાના અનેક તાલુકાઓમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ ખાબકી રહ્યો છે. સીઝન સૌથી વધુ વારસાદ ચોટીલામાં અને સૌથી ઓછો પાટડીમાં પડ્યો છે. જેમાં દર વર્ષે એવરેજ 23.22 ઇંચની સરખામણીએ હજુ સુધીનો 11.88 ઇંચ સરેરાશ વરસાદ પડ્યો છે. આમ અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનની એવરેજનો 50.41 ટકા વરસાદ પડ્યો છે.

આમ દર વર્ષે સીઝનનો એવરેજ 23.55 ઇંચ વરસાદ નોંધાતો હોય છે. જેની સરખામણીએ અત્યાર સુધીમાં 11.88 ઇંચ એટલે કે, 50.41 ટકા વરસાદ ખાબક્યો છે. જેમાં સીઝનનો સૌથી વધુ ચોટીલા તાલુકામાં 14.16 ઇંચ અને સૌથી ઓછો પાટડી તાલુકામાં 8.56 ઇંચ વરસાદ પડ્યો છે. આમ વરસાદને કારણે જળાશયોમાં નવાનીરની આવકને પગલે સુકા પડેલા જળાશયોમાં પાણી જોવા મળી રહ્યું છે. ધ્રાંગધ્રા પથકમા કોઢ અને આસપાસના સવિસ્તારમાં વરસાદ પડતાં ખેતરો પાણી ભરાતા મગફળી, કપાસ, તલ, જુવાર સહિતના પાકને નુકસાન થતા ખેડુતોમાં મુશ્કેલીનો માહોલ જોવા મળ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *