દાહોદ(ગુજરાત): ગુજરાત(Gujarat)માં અવારનવાર અકસ્માત(Accident)ના બનાવો બનતા હોય છે. આ દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. તમે એવું તો સાંભળ્યું જ હશે કે ‘રામ રાખે એને કોણ ચાખે’. આવી જ એક ઘટના દાહોદ(Dahod)માંથી સામે આવી રહી હતી. રોડ પર ગાડી ચલાવતી વખતે મોત ક્યાંથી આવી તેની કોઈને જાણ થતી નથી. પરંતુ ક્યારેક એવા ચમત્કારિક બનાવો(Make it miraculous) પણ સામે આવતા હોય છે, જેમાં મોતને ભેટીને લોકો પાછા આવતા હોય છે. એટલે કે તેનું જીવ પણ બચી ગયો હોય છે. આવામા દાહોદના બે અલગ અલગ અકસ્માતના વીડિયો(Video of the accident) જોવા મળ્યા છે. જેમાં આખી ગાડી માથે ચડી જવા ચાત પણ તેનો જીવ બચી શકે છે. એટલું જ નહીં, આ બંને ભાઈઓ મોતને તમાચો મારીને પાછા આવ્યા હતા અને રસ્તા પર ફરી ઉભા થઇ ગયા હતા.
આને કહેવાય ચમકતુ નસીબ, મોત એક ડગલુ પાછળુ હતું, છતા બચી ગયા #Dahod #Accident #Gujarat #ViralVideo #trishulnews #topnewstoday #gujaratinews #breakingnews #newsupdate pic.twitter.com/KSxAYhsB2g
— Trishul News (@TrishulNews) September 15, 2021
મળતી માહિતી મુજબ, હૃદય કંપાવી દે તેવો અકસ્માત દાહોદ નજીક ગરબાડા ચોકડી પાસે સર્જાયો હતો. આ અકસ્માત ટ્રેકટર તેમજ બાઇક વચ્ચેના સર્જાયો હતો. આ અકસ્માતમાં એક દંપતી અને બાળકનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. ટ્રેક્ટરની ટક્કર લગતા બાઇક પર સવાર દંપતી અને બાળક નીચે પટકાયું હતું. એટલું જ નહીં, બાઈક ચાલકના માથા પરથી ટ્રેકટરની ટ્રોલીનું પૈડું પણ ચાલી ગયું હતું. જોકે બાઈક ચાલકે હેલ્મેટ પહેર્યું હતું જેને કારણે તે બચી ગયો હતો. આ અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
અત્રે ઉલેખનીય છે કે, દાહોદ શહેર નજીક રાબડાળ ગામે હાઇવે પર વળાંકમાં બાઇક સવાર યુવકનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. ‘રામ રાખે એને કોણ ચાખે’ કહેવતને સાચી પડતી આ ઘટનાનો વિડીયો પણ તમે જોયો જ હશે. હાઇવે પર આવેલ વળાંક લેતી વખતે એસટી બસની અડફેટે બાઇક આવતા અકસ્માત સર્જાયો હતો, આમાં તેનો ચમત્કારિક બચાવ થયો હતો.
પૂરપાટ ઝડપે આવી રહેલ એસટી બસે બાઇક સવાર યુવકને અડફેટે લેતા યુવક એસટી બસની નીચે ઢસડાઈ ગયો હતો. તેમ છતાં યુવકનો બચાવ થયો હતો. આ અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. સોશિયલ મીડિયામાં સોમવારે સાંજે આ સમગ્ર ઘટનાના સીસીટીવી વાયરલ થઈ ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.