જાણો ક્યાં કારણોસર ચલણી નોટ અને સિક્કા માં થાય છે ફેરફાર…

બોમ્બે હાઈકોર્ટ દ્વારા ગુરુવારના રોજ ભારતીય રિઝર્વ બેંક અને ચલણી નોટ અને સિક્કા ના આકાર તેમજ થતા બદલાવો વિશે પૂછવામાં આવ્યું હતું.મુખ્ય ન્યાયાધીશ પ્રદીપ નંદરાજોગ અને ન્યાયમૂર્તિ જાનદાર ને નેશનલ એસોસીએશન ઓફ ધ બ્લાઉઝની કાર્યવાહી નીચે આરબીઆઇને સવાલ પૂછવામાં આવ્યો હતો કે આરબીઆઈ થોડા સમય ગાળામાં શા માટે ચલણી નોટ અને સિક્કાઓના આકારો માં બદલાવ રહી છે.

બોમ્બે હાઈકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે, અમે આરબીઆઇ પાસેથી જાણવા માંગીએ છીએ ચલણી નોટ ના આકારો બદલવા પાછળ શું કારણ રહેલું છે. હાઈકોર્ટ દ્વારા છ અઠવાડિયાનો સમય આરબીઆઇને દેવામાં આવ્યો છે. છ અઠવાડિયા બાદ આરબીઆઇને બોમ્બે હાઇકોર્ટમાં જવાબ આપવો પડશે. બોમ્બે કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે વિશ્વના અન્ય દેશોમાં ટૂંક સમયમાં ચલણીનોટો ફેરફાર થતા નથી. પરંતુ અહીં કેમ થોડાક જ સમયમાં ફેરફાર કરી દેવામાં આવે છે?

નેશનલ એસોસીએશન ઓફ ધ બ્લાઇન્ડ ની ફરિયાદ.

તમને જણાવી દઈએ કે બોમ્બે હાઈકોર્ટ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે થોડાક જ સમયમાં ચલણી નોટ અને સિક્કા ઓનુ આકાર બદલવામાં આવે છે. તેમજ નોટ બંધી કરવામાં આવે છે. જેના કારણે દ્રષ્ટિહીનો ને ઓળખવામાં તકલીફ રહે છે. આરબીઆઇએ સમાજના દરેક વર્ગને ધ્યાનમાં રાખીને આ ફેરફારો કરવા જોઈએ.

આરબીઆઈબહાર પાડી છે 20 રૂપિયા ની નવી નોટ.

ખૂબ જ થોડા સમયમાં તમારી પાસે પણ આ વીસ રૂપિયાની નોટ જોવા મળશે જેનો રંગ પીળા કલરનો જોવા મળી રહ્યો છે. રિઝર્વ બેંક દ્વારા ખૂબ થોડા સમયમાં વીસ રૂપિયાની નવી નોટ બહાર પાડવામાં આવી રહી છે. આ 20 રૂપિયા નો પહેલો જથ્થો કાનપુરમાં રિઝર્વ બેન્ક દ્વારા પહોંચાડવામાં આવ્યો છે. આ વીસ રૂપિયાની નવી નોટ ઉપર ગવર્નર શાંતિ કાન્ત દાસ ની સહી જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *