૨ દિવસ અગાઉ જ યુપી બાર કાઉન્સિલની પ્રથમ મહિલા પ્રમુખ બની, આજે ગોળીઓથી વીંધી નાખી

ઉત્તર પ્રદેશ બાર કાઉન્સિલ ના અધ્યક્ષ પદ પર બે દિવસ અગાઉ જ વિજય થયેલા દરવેશ યાદવ ને ગોળીઓથી ધરબી દેવામાં આવ્યા. આ ઘટના આગરા કોર્ટ…

ઉત્તર પ્રદેશ બાર કાઉન્સિલ ના અધ્યક્ષ પદ પર બે દિવસ અગાઉ જ વિજય થયેલા દરવેશ યાદવ ને ગોળીઓથી ધરબી દેવામાં આવ્યા. આ ઘટના આગરા કોર્ટ પરિસરમાં જ અંજામ પામી બે દિવસ અગાઉ જ તેઓ પ્રમુખ પદે ચૂંટાઈ આવ્યા હતા અને ઉત્તર પ્રદેશ બાર કાઉન્સિલ ના પ્રથમ મહિલા પ્રમુખ હોવાનું ગૌરવ મેળવ્યું હતું. ગોળી મારનાર વ્યક્તિ Manish Sharma દરવેશ યાદવ નો પૂર્વ સાથી જ હતો જે એક વકીલ છે.

The first woman President of the Uttar Pradesh Bar Council, Darwesh Yadav, was shot dead in Agra Civil courts on Wednesday allegedly by her own colleague Manish Sharma, police said. Sharma pumped three bullets, and later shot himself.

પોલીસ સાથેની વાતચીતમાં જાણવા મળ્યું છે કે મનીષ શર્માએ દરવેશ યાદવને ગોળી માર્યા બાદ પોતાના પર પણ ગોળી ચલાવી દીધી અને બંનેને ઘટના બાદ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. જોકે દરવેશ યાદવનો મોત નીપજ્યું હતું અને મનીષ શર્મા હજી ગંભીર છે. લોકતંત્રના પાયા માં મહત્વપૂર્ણ કડી કહેવાતા વકીલ પર હુમલો થવાથી દેશભરમાં રોષનો માહોલ છે.

સૂત્રોનું માનીએ તો માનીએ તો મનીષ શર્મા એ ધર્મેશ યાદવ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટના ત્યારે બની જ્યારે દરવેશ યાદવનો સ્વાગત સમારોહ બાર કાઉન્સિલની ચેમ્બરમાં થઈ રહ્યો હતો. આ ઘટના 02:30 કલાકે બની પોલીસ આ ઘટના પાછળ નું સાચું કારણ તપાસવા માં લાગી ચૂકી છે.

આ ઘટના બનવાને કારણે આગરા બારકાઉન્સિલ માં રોષ નો માહોલ છે અને વકીલો આવતીકાલથી વિરોધ પ્રદર્શનો કરવાની ચીમકી ઉચ્ચારી ચુક્યા છે. દરવેશ યાદવ ચૂંટણી જીત્યા બાદ આજે પ્રથમ વાર કોર્ટ પરિસરમાં આવ્યા હતા જે તેમની જિંદગીનો અંતિમ દિવસ બન્યો. press trust of india ના અહેવાલ અનુસાર મનીષ શર્મા શરૂ કાર્યક્રમ દરમ્યાન અચાનક ઉભો થયો અને નવનિયુક્ત પ્રમુખ પર નિશાન તાકીને પોતાની રિવોલ્વરથી ફાયરિંગ કરી દીધું અને એ જ બંદૂકથી પોતાના પર પણ ગોળી ચલાવી દીધી.

હત્યા બાદ રાજકારણ ગરમાઈ ગયું છે અખિલેશ યાદવ એ ટ્વીટ કરતા કહ્યું છે કે, બળાત્કાર હત્યાઓ અને રાજનૈતિક હત્યાઓ રાજ્યમાં વધી રહી છે. મુખ્યમંત્રી આ બાબતે માત્ર વાતો કરી રહ્યા છે. હવે તો બાર કાઉન્સિલ ની પ્રથમ મહિલા પણ ગોળીથી ધરબી દેવાય છે. હવે તો મોટા દરજ્જાના લોકો પણ સુરક્ષિત નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *